Lifestyle/ અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

તમને એ જાણીને નવાઇ લાગશે કે રોજ સાબુથી નહાવું જરાય જરુરી નથી, વળી દરરોજ નહાવાથી સ્કિન ખરાબ થશે. તો ચાલો જાણીએ કે અઠવાડિયામાં કેટલી વખત…

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: શું તમે પણ દરરોજ સાબુ ઘસી-ઘસીને સ્નાન કરો છો? આવું કરવું તમારી ત્વચા માટે હાનિકારક સાબિત થઇ શકે છે!

સ્વચ્છતાના આગ્રહી એવા મોટાભાગના લોકોને ભ્રમ હોય છે કે, સાબુ વિના ફક્ત પાણીથી નહાવાને કારણે એમનું શરીર યોગ્ય રીતે સ્વચ્છ નહિં થાય અને ત્વચા (Skin) પર ગંદકી રહી જશે! જો તમે પણ આવુ વિચારો છો તો તમારે આ ગેરસમજણને જેમ બને એમ જલદી દૂર કરવી જોઇએ. તમને એ જાણીને નવાઇ લાગશે કે રોજ સાબુ (Soap)થી નહાવું જરાય જરુરી નથી, વળી એમ કરવાથી અન્ય સમસ્યાઓને નોતરું મળે છે! તો ચાલો જાણીએ કે અઠવાડિયામાં કેટલી વખત સાબુ વડે સ્નાન કરવું (Bathe) હિતાવહ છે?

ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ (Tips)

1. તમારી ત્વચાને હૅલ્ધી રાખવા માટે વધુપડતા હાર્શ કેમિકલયુક્ત સાબુ (Harsh Soap)નો વપરાશ ટાળવો જોઇએ.

2. સાબુ વડે નહાયા પછી તમારી સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલવું, જેથી ત્વચાની કુમાશ જળવાઇ રહે.

3. તમારી ત્વચાનો પ્રકાર જાણવો ખૂબ જ જરુરી છે. એ ડ્રાય છે, ઓઈલી છે કે નોર્મલ પ્રકારની છે એના ઉપરથી તમારે તમારા સાબુની પસંદગી કરવી જોઇએ.

4. આ ઉપરાંત, તમારે કેટલી વાર સાબુથી નહાવું જોઇએ એ બાબત ત્વચાના પ્રકાર ઉપરાંત, ઋતુ પર પણ નિર્ભર કરે છે.

રોજ સાબુથી સ્નાન કરવાની આડઅસરો શી છે?

દરરોજ સાબુથી સ્નાન કરવાથી તમારી સ્કિનને નુકસાન પહોંચી શકે છે. હાર્શ કેમિકલયુક્ત સાબુથી ઘસી-ઘસીને નહાવાથી તમારી ત્વચાની કુદરતી કુમાશ અને કોમળતા ખતમ થઇ શકે છે. આ ઉપરાંત, નિષ્ણાતોના મતે, સાબુનો વધુપડતો વપરાશ કરવાથી તમારી ત્વચાનું કુદરતી ઓઇલ દૂર થઈ જવાથી એ શુષ્ક (Dry) બની જાય છે અને સ્કિનમાં ખંજવાળ આવવી અને ત્વચા લાંબા ગાળે બરછટ થવા જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

અઠવાડિયે બે થી ચાર વખત સાબુ વાપરવો

નિષ્ણાતોના મતે, અઠવાડિયામાં તમે બેથી ચાર વખત સાબુથી નાહી શકો છો. આ માટે, તમે એક દિવસ છોડીને એટલે કે એકાંતરે દિવસે સાબુ વડે સ્નાન કરી શકો છો. અને જે દિવસે તમે સાબુનો વપરાશ ન કરો ત્યારે નહાવા માટે તમારે હળવા ગરમ પાણીથી સ્નાન કરવું જોઇએ. આમ કરવાથી, તમારી ત્વચા પરનો મેલ અને ગંદકી સરળતાથી દૂર થઇ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!