Lifestyle/ ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!

ચોમાસાની ઋતુમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ ખૂબ જલદીથી ખરાબ થઇ જાય છે. જો તમે કોથમીરને સુકાતી કે બગડી જતી અટકાવવા માંગો છો તો, આ ટિપ્સને…

Lifestyle Tips & Tricks Food Trending
coriander-spoil-monsoon-tips-fresh-week

Lifestyle: બજારમાં તાજી કોથમીરની ઝૂડીઓ જોઇને કોને લેવાનું મન ન થાય? પણ તકલીફ એ છે કે, એક-બે દિવસમાં જ એના પાન સુકાવા કે ખરાબ થવા લાગે છે! અહિં અમે તમને એવી ટિપ્સ (Tips) આપવા જઇ રહ્યાં છીએ કે જેને ફૉલો કરવાથી તમારી આ સમસ્યાનું સમાધાન ચોક્કસ મળશે. તો ચાલો જાણીએ, આ ટિપ્સ વિશે…

ચોમાસાની ઋતુ (Monsoon Season)માં ખાવા-પીવાની ચીજવસ્તુઓ ખૂબ જલદીથી ખરાબ થઇ જાય છે. એમાંયે વળી લીલા પાંદડા વાળા શાકભાજીની સાચવણી કરવાનું કામ તો ગૃહિણીને પડકારજનક લાગે છે! જો આવી વસ્તુઓને સાચી રીતે સ્ટોર (Store) કરવામાં ન આવે તો એ બગડી જવાની સંભાવના રહે છે. જો તમે એક અઠવાડિયા સુધી કોથમીર (Coriander)ને સુકાતી કે બગડી જતી અટકાવવા માંગો છો તો, આ ટિપ્સને જરુરથી ટ્રાય કરી જોજો.

કોથમીરને બગડી જતા શી રીતે બચાવશો?

સૌથી પહેલા તો તમારે એ જાણી લેવું જોઇએ કે, કોથમીરના પાંદડા શાથી ખરાબ થાય છે? એનું કારણ છે હવામાં રહેલો ભેજ, અને એ સિવાય પણ હવામાં ખુલ્લી મૂકી રાખવાથી લીલીછમ કોથમીરના પાન પીળાશપડતા (Yellow) અથવા કાળા થવા લાગે છે. એટલા માટે, બજારમાંથી કોથમીર ખરીદો તો એને પહેલા સારી રીતે ધોઇ લેવી જેથી, એમાં રહેલી ગંદકી કે માટી દૂર થઇ જાય. ત્યારબાદ, એને સારી રીતે ખુલ્લામાં રહેવા દો જેથી એમાં રહેલું પાણી સુકાઇ જાય. કોથમીર તદ્દન કોરી પડી જાય પછી એના પાનને એક સુતરાઉ કપડામાં લપેટી દો અને કોઇ હવાચુસ્ત ડબા (Airtight Container)માં મૂકી દો. આમ કરવાથી, ફ્રિઝમાં મૂક્યા વિના જ એક અઠવાડિયા સુધી તમારી કોથમીર તાજી રહેશે!

માટીના વાસણનો અનોખો ઉપાય

આયુર્વેદ અનુસાર, માટીના વાસણો આપણા સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ હોય છે. એની શીતળ તાસીર વસ્તુને ખરાબ થવા દેતી નથી. આથી કોથમીરને સાફ કરીને કોરી કર્યા બાદ, માટીના વાસણમાં ઢાંકીને મૂકી દો અને એની ઉપર લીંબુની છાલ મૂકી દેવી. આમ કરવાથી, કોથમીરના પાન સડી નહિં જાય અને માટીના વાસણની ઠંડક એની તાજગી જાળવી રાખશે.

ચટણી બનાવીને પ્રિઝર્વ કરો

જો તમે કોથમીર ખરીદીને લાવ્યા હો અને એના બે-ચાર પાન સહેજ પણ પીળાશ પડતા થવા લાગે કે, તરત જ તમારે એટલા પાન હટાવીને બાકીની કોથમીરને મિક્સરમાં કે ખલ-દસ્તામાં વાટીને એની ચટણી બનાવી લેવી. આ ચટણીમાં તમે મનચાહી વસ્તુઓ જેવી કે મીઠું, લીંબુ, લીલા મરચાં, ફુદીનો, સીંગદાણા વગેરે મિક્સ કરી શકો છો. આ ટેસ્ટી ચટણી ખાવામાં સૌને પસંદ પડશે અને તમારી કોથમીર વેસ્ટ નહિં જાય! આ રીતે તમે કોથમીરને લાંબા સમય સુધી પ્રિઝર્વ (Preserve) કરી શકશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!