Lifestyle: આમ જોઇએ તો પારંપરિક વ્યંજનો (Traditional Sweets)સૌ કોઈને પસંદ હોય જ છે પરંતુ, હવેની યુવાપેઢીને દરેકે દરેક બાબતમાં કંઇક નવીનતા પસંદ છે. આ ટ્રેન્ડ (Trend)ને કારણે હવે વાનગીઓનું વૈવિધ્ય પણ વધ્યું છે, અને એનાથી ગણેશજીને પ્રિય એવા મોદક (Modak)પણ બાકાત રહ્યાં નથી! મોદકની અનેકવિધ વેરાયટીઓમાંથી એક છે ચૉકલેટી મોદક, જે નાના-મોટા સૌને પસંદ પડે છે. મોદકની મોટાભાગની વેરાઇટી (Variety)માં પરંપરાગત રીતે કોપરાનું છીણ, ગોળ અને દૂધ જેવી સામગ્રીનો ઉપયોગ થતો હોય છે જે, આ ઋતુમાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ગણપતિદાદાનું આગમન હવે નજીક જ છે. ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)ને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેલેથી જ ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે અને હવે તો દેશભરમાં એની ઉજવણી થાય છે. આ પાવન પર્વ પર લોકો ગણેશજીની ભાત-ભાતની મૂર્તિઓ ઘરે લાવીને ભક્તિભાવપૂર્વક એમની સ્થાપના અને પૂજા કરે છે. ગણેશપૂજા દરમિયાન, પ્રસાદનું મહત્વ ઘણું હોય છે. ગણપતિદાદાને સ્વાદિષ્ટ મોદક(Modak), લાડુ કે અન્ય મિષ્ટાન ધરાવ્યા વિના આ પૂજા અધૂરી ગણાય છે. ગણેશ ચતુર્થીએ ભક્તો સૌથી વધારે મોદકનો પ્રસાદ ધરાવે છે કેમ કે, એવી માન્યતા છે કે મોદક એ ગણેશજીનું અતિપ્રિય વ્યંજન છે.
આમ જોઇએ તો પારંપરિક વ્યંજન સૌ કોઈને પસંદ હોય જ છે પરંતુ, હવેની યુવાપેઢીને દરેક બાબતમાં કંઇક નવીનતા જોઇએ છે. આ ટ્રેન્ડને કારણે હવે વાનગીઓનું વૈવિધ્ય પણ વધ્યું છે, એનાથી ગણેશજીને પ્રિય એવા મોદક પણ બાકાત રહ્યાં નથી! એમાં સહેજ ફેરફાર કરીને તમે પરંપરાગત મોદકને એક નવું જ સ્વરુપ આપી શકો છો. અહિં અમે તમને જે રેસિપી (Recipe)દર્શાવવા જઇ રહ્યાં છીએ એમાં સૌની ફેવરિટ એવી ચૉકલેટ (Chocolate)નો ઉપયોગ થવાનો છે જે, પરંપરા પણ જાળવી રાખશે અને મોદકને ચૉકલેટનો ટિવસ્ટ (Twist) મળતા એના સ્વાદમાં અનેરો વધારો પણ કરશે!!

પરંપરાગત મોદકમાં ચૉકલેટનો ટિવસ્ટ
લોટ બાંધવા માટેની સામગ્રી
ચોખાનો લોટ
ગરમ પાણી
ઘી
મીઠું
પૂરણ માટેની સામગ્રી
કોપરાનું છીણ
ગોળ
ઇલાયચી
જાયફળ
ભૂકો કરેલા ચૉકલેટ બિસ્કીટ
બનાવવાની વિધિ
1. પ્રથમ પાણી ગરમ કરો. ત્યારબાદ ચોખાનો લોટ, ઘી અને મીઠું લઇને ગરમ પાણી વડે નરમ લોટ ગૂંથી લો.
2. સૂકા કોપરાના છીણ અને ગોળને ઘીમાં ત્યાં સુધી શેકવું જ્યાં સુધી એ બંને એકસાથે પીગળી ન જાય. હવે એમાં ચૉકલેટ બિસ્કીટનો ભૂકો, જાયફળ અને ઇલાયચી નાખો અને હલાવી લો. આ પૂરણને ઠંડુ કરો.
3. બાંધેલા લોટના લુવા કરીને એમાં પૂરણ ભરો અને વાળીને મનપસંદ મોદકનો આકાર આપો. એને સારી રીતે સીલ કરી લેવું.
4. સ્ટીમરમાં પાણી ગરમ કરીને ચાળણીમાં મૂકીને વરાળથી પકાવી લો. પાકી જાય એટલે કાઢીને એના પર ઘી લગાવીને ગરમાગરમ પીરસો.
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…
