Valsad News : કોરોના સમય દરમિયાન જીવના જોખમે સતત કાર્યરત રહી સેવા આપનારા 10 આરોગ્યકર્મી યુવાનોએ ( યુવાન અને યુવતીઓ ) ધરમપુર ખાતે સેવા આપી હતી. કોઈ કારણસર આ ૧૦ યુવાનોને હંગામી સેવાદાર કહી, નોકરીથી વંચિત કરાયા હતા.
વિવિધ સરકારી વિભાગોમા વારંવાર વિનંતીઓ છતા, કોઈએ હકારાત્મક જવાબ આપ્યો નહી. છેવટે વલસાડ અને ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની મુલાકાત અવસરે, સાંસદના સુચનથી આ તમામ ૧૦ આરોગ્યકર્મીઓને નોકરી પર પરત લેવામા આવ્યા. આવતીકાલથી આ 10આરોગ્યકર્મી યુવાનોને, પુન: નોકરી પર આવવા વિશે કહેવામા આવ્યુ છે.

સાંસદ ધવલભાઈ પટેલ સાચા અર્થમાં પ્રજાલક્ષિ તેમજ પ્રજાવત્સલ નેતા છે. સાંસદના આ ઉમદા કાર્યથી આજે 10 યુવાન આરોગ્યકર્મીઓને તેમજ એમના પરિવારોમાં ખુશી વ્યાપી છે.
આ પણ વાંચો:સાબરમતી નદીના તટ પર 7 લોકો ફસાયા, NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં ભારે વરસાદનો કહેર, નદીઓ બે કાંઠે, 53 રસ્તાઓ બંધ, ગામોનો સંપર્ક તૂટ્યો
