અમદાવાદ: OTT પ્લેટફોર્મ પર અશ્લીલ અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ વિરૂદ્ધ જૈન આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજ કાયદાકીય લડાઈ લડશે. જૈન આચાર્ય ટૂંક સમયમાં અશ્લીલ કન્ટેન્ટ વિરૂદ્ધ કોર્ટમાં વિસ્તૃત અરજી દાખલ કરશે. જૈન આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજે કહ્યું કે, કેટલાક પરિવારોની ફરિયાદ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ કન્ટેન્ટના કારણે પરિવાર નામની વ્યવસ્થાને ખતમ કરવામાં આવી રહ્યો છે. એવી કન્ટેન્ટ આપવામાં આવી રહી છે જે પરિવાર સાથે જોવાનું શક્ય નથી.
પદ્મ ભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજે કહ્યું કે, OTTના માધ્યમને લઈને પરિવારના કેટલાક સભ્યોએ મને મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે OTT પ્લેટફોર્મ પર જે પ્રકારની વેબ સિરીઝની ફિલ્મો બતાવવામાં આવી રહી છે. તેઓ ખૂબ જ ખરાબ ગુણવત્તાની છે. શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજે કહ્યું કે, મેં અગાઉ ઓનલાઈન સેક્સ એજ્યુકેશન વિરૂદ્ધ લડત આપી હતી. જેમાં હું સફળ રહ્યો હતો. તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓને મળ્યો છું. આ સિવાય તેઓ વિરોધ પક્ષના નેતાઓને પણ મળ્યા હતા. હું આગામી દિવસોમાં આ અંગે કાનૂની અરજી દાખલ કરવાનો છું. હું કોર્ટમાં OTT પ્લેટફોર્મની અશ્લીલ કોન્ટેડ સામે કાયદાકીય લડાઈ લડીશ.
પદ્મ ભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજે તાજેતરમાં જ એક દિગ્ગજ અભિનેતાએ પણ કહ્યું હતું કે, OTT પ્લેટફોર્મ પર જે પ્રકારની વેબ સિરીઝ આવી રહી છે, તે હું મારા પરિવારના સભ્યો સાથે પણ જોઈ શકતો નથી. દરેક વ્યક્તિ આ વાત જાણે છે પણ તેનો વિરોધ કરે તેવું લાગતું નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજકાલ વિવિધ વિષયો પર જે રીતે ફિલ્મો બની રહી છે તેને લઈને વિવાદો આવતા રહે છે. ખાસ કરીને ફિલ્મમાં અશ્લીલ દ્રશ્યો હોવાથી પરિવાર સાથે જોવાનું શક્ય નથી.
પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો
જૈન આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરિ મહારાજે અનેક પુસ્તકો લખ્યા છે. તેમનો જન્મ ભાવનગરના પાલિતાણા શહેર પાસેના દેપલા ગામમાં દલીચંદ અને ચંપાબેનને ત્યાં થયો હતો. તેનું જન્મનું નામ રજની હતું. તેમણે 1967માં ભુવનભાનુસૂરી પાસે સંન્યાસની દીક્ષા લીધી હતી. તેમને 1996માં આચાર્યની પદવીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 2006થી ચાર વર્ષ દિલ્હીમાં વિતાવ્યા. 2011માં તેમણે ભારતમાંથી માંસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની અરજી કરી હતી. જુલાઈ 2013માં તેમણે રાજ્યસભામાં સેક્સ એજ્યુકેશન અને ઓનલાઈન પોર્નોગ્રાફી પર પ્રતિબંધ લગાવવા અરજી દાખલ કરી હતી. 2017માં સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આગાહી/ લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: Heart Attack/ જેતપુરમાં 26 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
આ પણ વાંચો: Taliban/ તાલિબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતરી આવ્યું: ચાર પાક. સૈનિકોની કરી હત્યા…!!
