Taliban/ તાલિબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતરી આવ્યું: ચાર પાક. સૈનિકોની કરી હત્યા…!!

તહરીક-એ-તાલિબાનના કમાન્ડરે અફઘાન મીડિયાને જણાવ્યું કે, તેઓએ પાકિસ્તાનના ઘણા ગામો કબજે કર્યા છે.

Top Stories World
Taliban તાલિબાન હવે પાકિસ્તાન વિરુદ્ધ બગાવત પર ઉતરી આવ્યું: ચાર પાક. સૈનિકોની કરી હત્યા...!!

પાકિસ્તાન વિરુદ્ધ હવે તાલિબાન બગાવત ઉતરી આવ્યું છે. તહરીક-એ-તાલિબાને અફઘાનિસ્તાનને અડીને આવેલા તોરખમ બોર્ડર ટર્મિનલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર પાકિસ્તાની સૈનિકોના મોત થયાની વાત પણ સામે આવી છે. અનેક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હોવાની માહિતી મળી રહી છે. હાલ તોરખમ બોર્ડર પાકિસ્તાન દ્વારા સીલ કરી દેવામાં આવી છે.

તાલિબાને પાકિસ્તાનના અનેક ગામો કબજે કર્યા

તહરીક-એ-તાલિબાનના કમાન્ડરે અફઘાન મીડિયાને જણાવ્યું કે, તેઓએ પાકિસ્તાનના ઘણા ગામો કબજે કર્યા છે. કમાન્ડરે કહ્યું કે, હાલમાં ઈન્ટરનેટની સમસ્યા છે… ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત થતાં જ કેપ્ચરની તસવીર શેર કરવામાં આવશે.

ડ્યુરન્ડ લાઇન પર ફાયરિંગ

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન અને TTP વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે, પરંતુ પાકિસ્તાન ગામ પર કબજો હોવાની વાતને નકારી રહ્યું છે. પાકિસ્તાની સેનાના અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનનો કોઈ વિસ્તાર કબજે કરવામાં આવ્યો નથી.

ચાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા!

પાકિસ્તાને આ હુમલામાં 4 સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાન સેના દ્વારા મીડિયાને શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બે સૈનિકો ઓસ્તાઈ સુરક્ષા ચેક પોસ્ટ પર અને બે સૈનિકો ઝંજીત ચેક પોસ્ટ પર મૃત્યુ પામ્યા હતા. સાથે હુમલામાં ઘાયલ અન્ય જવાનોની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં TTPના 12 લડાકુ માર્યા ગયા છે.

આ પણ વાંચો:Sanatan Dharma/ સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન પર ‘ઉદયનિધિ સ્ટાલિન’ની સ્પષ્ટતા: ‘અમે ધર્મના દુશ્મન નથી’

આ પણ વાંચો: દર્દનાક અકસ્માત/ રાજકોટમાં જન્માષ્ટમીની ઉજવણીમાં માતમ છવાયો, અકસ્માતમાં પાંચ લોકોના મોત

આ પણ વાંચો: ASEAN India Summit/ જકાર્તામાં “PM મોદી”નું ભવ્યથી ભવ્ય સ્વાગત: જુઓ આ Video