Ahmedabad News/ અમદાવાદના ગેરેજ માલિકો વાંચો પોલીસે જાહેર કરેલા નવા નિયમો

ગેરેજધારકો માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે મહત્વની સૂચના બહાર પાડી છે. ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ચોરાયેલા વાહનોનો ઉપયોગ અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.

Ahmedabad Top Stories Breaking News

Ahmedabad News: ગેરેજધારકો માટે અમદાવાદ પોલીસ કમિશ્નરે મહત્વની સૂચના બહાર પાડી છે. ગુનેગારો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ચોરાયેલા વાહનોનો ઉપયોગ અટકાવવા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું ખાસ કરીને શહેરના તમામ ગેરેજ અને વાહન સમારકામ કેન્દ્ર માલિકોને લાગુ પડશે.

અમદાવાદના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને અન્ય ગુનાઓ માટે વાહનોની ગેરકાયદેસર હિલચાલ, ફેરફાર, વેચાણ અથવા ઉપયોગ અટકાવવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે, ગેરેજ માલિકોને નીચેની બાબતોનું પાલન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે: આ નવા જાહેરનામામાં કેટલીક બાબતોનો અમલ કરવો જરૂરી છે.

ગેરેજમાં સમારકામ અથવા સેવા માટે આવતા દરેક વાહનની સંપૂર્ણ વિગતો નોંધાવવી આવશ્યક છે. આ નોંધણીમાં નીચેની માહિતી શામેલ હોવી આવશ્યક છે: વાહનનો પ્રકાર (દા.ત., કાર, બાઇક, ટ્રક), નોંધણી નંબર (નંબર પ્લેટ), એન્જિન નંબર, ચેસીસ નંબર, વાહન માલિકનું નામ, મોબાઇલ નંબર અને ઓળખ કાર્ડ, ગેરેજમાં વાહન પાર્ક કરવામાં આવ્યું હતું તે તારીખ અને સમય, ગેરેજમાંથી વાહન પાછું લેવામાં આવ્યું તે તારીખ અને સમય, અને વાહન પાર્ક કરનાર અને પાછું લેનાર વ્યક્તિનું નામ, સરનામું અને ઓળખ કાર્ડ.

દરેક ગેરેજ માલિકે તેમના કાર્યસ્થળનું 30 દિવસનું વિડિઓ રેકોર્ડિંગ જાળવવું આવશ્યક છે. આ રેકોર્ડિંગ કાનૂની તપાસમાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. ઘણા બધા કેસોને ઉકેલવામાં આ પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ ઉપયોગી નીવડ્યુ હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

આ કડક કાર્યવાહી કરવાનો અમદાવાદ પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાઓને નિયંત્રિત કરવાનો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ચોરાયેલા વાહનોનો ઉપયોગ લૂંટ, ચેઇન સ્નેચિંગ અને અન્ય ગંભીર ગુનાઓ કરવા માટે થાય છે. ગેરેજમાં પ્રવેશતા દરેક વાહનનો ડેટા રેકોર્ડ કરવાનું ફરજિયાત બનાવવાથી પોલીસ માટે ગુનેગારોને ટ્રેક કરવાનું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાનું સરળ બનશે. પોલીસે તમામ ગેરેજ માલિકોને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલ સૂચનાનું કડક પાલન સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર

આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે