sports news/ શુભમન ગિલ ગુવાહાટી જવા રવાના, પરંતુ બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અનિશ્ચિત, BCCI એ જાહેર કરી માહિતી

સાઉથ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Trending Sports

Sports news: ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ ગુવાહાટી જવા રવાના થયાની પુષ્ટિ થઈ છે. આ માહિતી BCCI ના નવીનતમ અપડેટમાં જાહેર કરવામાં આવી છે. જોકે, 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થનારી ટેસ્ટ મેચ રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.

સાઉથ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દિવસની રમત પછી તેમની તબીબી તપાસ કરવામાં આવી, તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા અને બીજા દિવસે રજા આપવામાં આવી.

શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને સાઉથ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થઈ હતી અને દિવસની રમત સમાપ્ત થયા પછી તેમને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે રજા આપવામાં આવી 

BCCI મેડિકલ ટીમના જણાવ્યા મુજબ, શુભમન ગિલ સારવારનો સારો પ્રતિભાવ આપી રહ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે તે 19 નવેમ્બર, 2025 ના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, તેની ઈજા પર સતત નજર રાખવામાં આવશે, અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય મેડિકલ ટીમના રિપોર્ટના આધારે લેવામાં આવશે.

ગિલને શું થયું?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે 15 નવેમ્બરે  શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી. વોશિંગ્ટન સુંદરના આઉટ થયા બાદ  ગિલ તે દિવસે મેદાન  રમવા આવ્યો હતો.

ગિલે પહેલા બે બોલ પર રન બનાવ્યા ન હતા, પરંતુ તે ઓવરના પાંચમા બોલ પર, તેણે સિમોન હાર્મરની ડિલિવરીને બેકવર્ડ સ્ક્વેર લેગ પર ફોર માટે સ્વીપ કરી. આ શોટ રમ્યા પછી, શુભમન તરત જ તેની ગરદન પકડી લીધી.

તેને ગરદનમાં ભારે દુખાવો થયો. શુભમન ગિલને 3 બોલમાં 4 રન બનાવ્યા બાદ  રિટાયર્ડ હર્ટ થયો હતો. તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવામાં નિષ્ફળ ગયો. કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું. આ ટેસ્ટમાં, બાવુમા ટીમે ભારતીય ટીમને જીતવા માટે ફક્ત 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શુભમન ટીમ આ પણ હાંસલ કરવામાં નિષ્ફળ રહી. પરિણામે, આફ્રિકન ટીમે 15 વર્ષ પછી ભારતમાં પહેલી ટેસ્ટ મેચ જીત મેળવી.

હવે, જો શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટ માટે ફિટ નહીં થાય, તો ઋષભ પંત તેની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. શુભમન ગિલના નંબર 4 પોઝિશન પર સાઈ સુદર્શન અથવા દેવદત્ત પડિકલ રમી શકે છે. દરમિયાન, સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા શ્રેણી જીતવા માટે ઓછામાં ઓછા ડ્રો પર નજર રાખશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાની કેપ્ટનના ઘરે ડિનર કરી બિમાર પડ્યા શ્રીલંકન કેપ્ટન અને બોલર, ઇસ્લામાબાદ આત્મઘાતી હુમલો વિવાદમાં

આ પણ વાંચો:ખેલાડીની હિંમત તેની ઊંચાઈ કરતાં ખૂબ વધારે, ટેમ્બા બાવુમા કઈ રીતે બન્યો ક્રિકેટર

આ પણ વાંચો:SAએ INDને 154નો ટાર્ગેટ આપ્યો, શું ટીમ IND માટે રન ચેઝ કરવો મુશ્કેલ?