ભચાઉ
ભચાઉના વર્ધમાન નગર સોસાયટીમાં આજે ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી અડધા તોલા સોનાના ચેનની ચીલઝડપ કરવામાં આવી.
મહિલા તેના અન્ય પડોસી સાથે જૈન દેરાસર નજીક ઉભી હતી એ સમયે એક યુવાન તેના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી ફરાર થઇ ગયો.
મહિલા અને આસપાસના રહિસોએ તેનો પીછો કર્યો પરંતુ ગણતરીની મીનીટોમાં ચીલઝડપ કરનાર શખ્સ ફરાર થઇ ગયો હતો. ચીલઝડપની આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરા માં કેદ થઇ ગઈ છે.
સી.સી.ટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા તેની અન્ય સાથી સાથે ત્યા ઉભી હોય છે. ત્યારે બીન્દાસ એક યુવાન તેની પાસે આવે છે અને ગળામાંથી ચેનની ચીલઝડપ કરી ફરાર થઇ જાય છે. સીસીટીવી ફૂટેજના આધારે ભચાઉ પોલીસે તપાસ શરૂ કરી છે.
