Winter/ રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ, ઉત્તર ભારતમાં ગાત્રો થીજાવતી ઠંડી

શિયાળો પોતાનાં અસલ મિઝાજનો પરિચય કરાવી રહ્યો હોય તેવી રીતે રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા 8.5 ડિગ્રી સાથે ઠંડુગાર નોંધવામાં આવ્યું. જે કે,

Gujarat Others

શિયાળો પોતાનાં અસલ મિઝાજનો પરિચય કરાવી રહ્યો હોય તેવી રીતે રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા 8.5 ડિગ્રી સાથે ઠંડુગાર નોંધવામાં આવ્યું. જે કે, રાજ્યભરમાં ઠંડકનો પારો આસમાને પહોંચ્યો હોય તેવી રીતે રાજ્યનાં મહાનગરોમાં પણ હાડ થીજાવી દેતી ઠંડી નોંધવામાં આવી રહી છે.

Relife Pakage / 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત, પીએમ મોદી આજે M…

વાત કરવામાં આવે ગુજરાતનાં મહાનગરોની તો, અમદાવાદમાં લઘુત્તમ 14.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 17 અને રાજકોટમાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. પૂર્વે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે અને સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની અસરો જોવામાં આવશે તેવી શક્યતા છે.

Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…

ઉત્તર ભારતમાં ગાત્રો થીજાવે તેવી ઠંડી નોંધવામાં આવી રહી છે. ગુજરાત પાસે આવેલુ હિલસ્ટેશન માઉન્ટ આબુ માઇનસ ચાર ડિગ્રીએ થીજી ગયું હોવાનું નોંધવામાં આવે છે, તો શ્રીનગરમાં માઇનસ 6.4 ડિગ્રી તાપમાનથી થથરી રહ્યું છે. હિમાચલનાં કેલોંગમાં -8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. ભારે ઠંડીને કારણે ઉત્તર ભારતમાં જનજીવનને વ્યાપક અસર જોવા મળી રહી છે.

માવઠું / કમોસમી વરસાદથી આંબા પર આવેલા મોર પણ ખરી પડ્યાં, ખેડૂતની માઠી…

માઉન્ટ આબુમાં ઠંડીનો પારા ગગડ્યો અને આબુ માઇનસ ચાર ડિગ્રીએ થીજી ગયું છે, ત્યારે ગાડી પર બરફની ચાદર છવાઈ ગઇ હોવાનું જોવામાં આવે છે. પર્યટકો મોડે સુધી હોટલોમાં જ પુરાઇ રહ્યા હોવાની વિગતો સાથે આબુનાં પોલો ગ્રાઉન્ડ મેદાનમાં ચોતરફ બરફ જોવા મળ્યો છે.

આ પણ જુઓ – માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…