Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરમાં એક ગંભીર ગુનાનો બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં ફાયરમેનની સગીર દીકરી(Daughter) સાથે દુષ્કર્મ(Raping) થયાનો આરોપ છે. આ મામલે સોલા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી તોહેલ મલેકને ધરપકડ કરી છે.
સગીરાને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ (Raping)આચર્યું
માહિતી મુજબ, આરોપીએ સગીરાને ડરાવી-ધમકાવી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. તેણે સગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેના કારણે પીડિતાએ ડરના માહોલમાં રહી આ બધું સહન કરવું પડ્યું. આરોપીએ સગીરાને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ (Raping)આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈ આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ ફેલાયો છે.
