Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ,જળસમાધિની ચીમકી આપનાર ખેડૂતોને નજરકેદ કરાયા

છોટાઉદેપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના સમયે કેવડીયા જઇ ખેડુતોએ જળસમાધિની ચીમકી આપી હતી. ત્યારે છોટાઉદેપુરમાં જળસમાધિની ચીમકી આપનાર વધુ આઠ ખેડુત આગેવાનોને નજરકેદ કરાયા હતા. આ અગ્રણીઓ જુદા જુદા ગામથી કેવડીયા જવા કોસિન્દ્રા ખાતે ભેગા થયા હતા. જયાંથી પોલીસે અટકાયત કરી હતી અને નજરકેદ કરી હતી. ગત રાત્રીના જળસમાધિની ચીમકી આપનાર પાંચ ખેડૂત આગેવાનોને નજરકેદ […]

Gujarat Others Trending

છોટાઉદેપુર,

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના સમયે કેવડીયા જઇ ખેડુતોએ જળસમાધિની ચીમકી આપી હતી. ત્યારે છોટાઉદેપુરમાં જળસમાધિની ચીમકી આપનાર વધુ આઠ ખેડુત આગેવાનોને નજરકેદ કરાયા હતા.

આ અગ્રણીઓ જુદા જુદા ગામથી કેવડીયા જવા કોસિન્દ્રા ખાતે ભેગા થયા હતા. જયાંથી પોલીસે અટકાયત કરી હતી અને નજરકેદ કરી હતી.

ગત રાત્રીના જળસમાધિની ચીમકી આપનાર પાંચ ખેડૂત આગેવાનોને નજરકેદ કરાયા હતા. લઢોદ સરદાર સુગર ફેક્ટરીમાં શેરડી આપેલ લેણદાર ખેડુતોને નજરકેદ કરાયા.

તો બીજીબાજુ શેરડીના નાણા નહી ચુકવાતા સરદાર સુગર લઢોદના ખેડૂતોએ જળસમાધીની ચીમકી ઉચ્ચારી હતી. સરદાર સુગર લઢોદના લેણદાર ખેડૂતોએ કેવડીયા જઈ સરદાર સરોવરમાં સામૂહિક જળ સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો અને તે અગાઉ ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર સુગર ફેક્ટરી ,લઢોદ ખાતે  છેલ્લા ઘણા વર્ષોથી અનાવરણથી વંચિત રહેલી આદરણીય  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વચ્છ કરી સુત્તરની આંટી પહેરાવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ સરદાર સરોવર કેવડીયા ખાતે જઇ જળ સમાધી લેવા માટેનો મક્કમ નિર્ણય કર્યો હતો.