Bhavnagar Sihor Gautameshwar Lake Drowning: ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિહોરના ઐતિહાસિક અને લોકપ્રિય ગૌતમેશ્વર તળાવમાં એક ૨૩ વર્ષીય આશાસ્પદ યુવક ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને તળાવ કિનારે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. એક તરફ ભરજુવાનીમાં દીકરાનું મોત થતાં ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે, તો બીજી તરફ સમગ્ર સિહોર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસે
Bhavnagar : આપઘાત કર્યો હોવાની આશંકા
થી મળતી સત્તાવાર વિગતો મુજબ, ગૌતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર આ 23 વર્ષીય યુવકની ઓળખ અદનાન સોરઠીયા તરીકે થઈ છે. પ્રાથમિક તબક્કે સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા ચાલી રહી છે કે, મૃતક અદનાન છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક તંગી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આ નાણાકીય મુશ્કેલીઓ અને સતત વધતા માનસિક તણાવથી કંટાળીને જ તેણે તળાવમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, આ આત્મહત્યા પાછળનું અસલી કારણ પોલીસની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
Bhavnagar : 4 કલાક લાંબું રેસ્ક્યુ ઓપરેશન
યુવક તળાવના ઊંડા પાણીમાં ડૂબ્યો હોવાની આસપાસના લોકો દ્વારા જાણ કરાતા જ સિહોર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક અનુભવી તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવના ઊંડા પાણી અને કાદવને કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી હતી, છતાં વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમ અને તરવૈયાઓની સતત ચાર કલાકની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ આખરે અદનાન સોરઠીયાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પંચનામા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં ભયાનક અકસ્માતઃ કારમાં બઠેલા ત્રણેયના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:ભાવનગર,વડોદરામાં અકસ્માતોનો દોર, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા
આ પણ વાંચો:ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ
