Bhavnagar News/ ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર(Bhavnagar)ના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં અકસ્માત નડ્યો હતો, જેમાં 2 ના મોત થયા છે અને 3 લોકો ગંભીર હાલતમાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ભાવનગરના યાત્રિકોને પ્રયાગરાજથી હરિદ્વાર જતી બસને ઉત્તરપ્રદેશમાં અકસ્માત (Accident) નડ્યો છે. ટ્રોલી પાછળ બસ ઘૂસી જતા 2ના મોત થયા હતા. બરેલીમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગર શહેરના સુભાષનગરથી ગત શનિવારે બસ ઉપડી હતી. મહાકુંભ (Mahakumbh) સહિતના ધાર્મિક પ્રવાસે બે બસ રવાના થઈ હતી.

આજે વહેલી સવારે બરેલી નજીક ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના યજ્ઞેશભાઈ બારૈયા, આશિષભાઈ ઘનશ્યામભાઈ ગોહિલનું મોત નિપજ્યું છે. હિતેષ આહિર, હિતેષ વેગડ સહિત 5ને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બસના અન્ય તમામ મુસાફરો હેમખેમ હોવાના સમાચાર સામે આવ્યા છે.

ગઈકાલે પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચુંદરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી.. જેમાં ફતેપુરાથી સુરત જઈ રહેલી એસટી બસ અને હાઇવે પર ઉભેલા ડમ્પર વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર સહિત 17 મુસાફરો અને 18 લોકો ઘાયલ થયા હતા.

ગોધરા નજીક એસટી બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડમ્પરના પાછળના ભાગમાં અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરો મોડી રાત્રે સૂઈ રહ્યાં હતા, ત્યારે અચાનક અકસ્માત થતાં મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી હતી. તેમજ પોલીસને પણ જાણ કરી દેવાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત

આ પણ વાંચો:અમીરગઢ હાઈ-વે પર બસ અને કારની ટક્કરમાં ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત