Naswadi News: નસવાડી APMC વ્યવસ્થાપક મંડળની ચૂંટણી (Naswadi APMC Election)ના પરિણામો જાહેર થતાં ભાજપ પ્રેરિત સહકાર પેનલે ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર જીત મેળવી છે. મતગણતરી દરમિયાન સહકાર પેનલના તમામ 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે નસવાડી APMCમાં સહકાર પેનલે સત્તા હાંસલ કરી છે.

533માંથી 516 ખેડૂતોએ મતદાન કર્યું
નસવાડી APMCની ચૂંટણી (Naswadi APMC Election) માટે બુધવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણીમાં કુલ 533 નોંધાયેલા ખેડૂત મતદારોમાંથી 516 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ ગુરુવારે નસવાડી APMC ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
મતગણતરીના અંતે ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર ભાજપ પ્રેરિત સહકાર પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવારોને મળેલા મતોની વિગત નીચે મુજબ છે:
ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ – 425 મત
લક્ષ્મણસિંહ ઈન્દ્રસિંહ સોલંકી – 424 મત
વિક્રમસિંહ મદનસિંહ સોલંકી – 415 મત
ધવલકુમાર સુભાષચંદ્ર પંડ્યા – 398 મત
વિપિનભાઈ શાંતિભાઈ કોળી – 395 મત
જેઠાભાઈ જમનાદાસ ભીલ – 387 મત
હિંમતસિંહ રામસિંહ ચૌહાણ – 383 મત
ઘનશ્યામસિંહ હઠીસિંહ રાજપરમાર – 373 મત
દલસિંગભાઈ નાનસિંગભાઈ ભીલ – 350 મત
રમણભાઈ કાદવાભાઈ રાઠવા – 347 મત
આ પરિણામ સાથે ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો સહકાર પેનલના ફાળે ગઈ છે.

APMCની કુલ 16 બેઠકોમાંથી 4 બિનહરીફ
નસવાડી APMC વ્યવસ્થાપક મંડળમાં કુલ 16 બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 તેમજ ખરીદ-વેચાણ સંઘ અને મંડળી વિભાગની 2 બેઠકોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી (Naswadi APMC Election)માં ખરીદ-વેચાણ સંઘ અને મંડળી વિભાગની બંને બેઠકો અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકોમાંથી માત્ર 2 ઉમેદવારો જ લાયક ઠર્યા હતા. બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં વેપારી વિભાગની અન્ય 2 બેઠકો ખાલી રહી હતી. આ રીતે ચૂંટણી (Naswadi APMC Election) પ્રક્રિયામાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે સીધો મુકાબલો થયો હતો, જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે.

નસવાડી APMCમાં સહકાર પેનલનો કબજો
ખેડૂત વિભાગની તમામ બેઠકો પર એકતરફી વિજય મળતાં નસવાડી APMCના વ્યવસ્થાપક મંડળમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ચૂંટણી (Naswadi APMC Election) પરિણામ જાહેર થયા બાદ સહકાર પેનલના વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં વસ્તી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક કરાઈ, 9 APMCમાં ચૂંટણી જાહેરાત
આ પણ વાંચો:મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 9 APMCમાં ચૂંટણીનો નિર્ણય
