Breaking News: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) આજે, 10 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન AMA ખાતે કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.
AMAની બહાર NSUI કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોર દ્વારા કાળા વાવટા દર્શાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શુભમ ઠાકર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના સગા ભત્રીજા હોવાનું જણાવવામાં આવ્યું છે.
સવારે અમદાવાદ પહોંચ્યા હતા Gyanesh Kumar
ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ સવારે 9:30 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટથી AI-423 ફ્લાઇટમાં રવાના થયા હતા અને 11:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમણે મીડિયાને સંક્ષિપ્ત પ્રતિભાવ આપ્યો હતો.
ગુજરાતની ધરતી પર આવી ગર્વ થયો: જ્ઞાનેશ કુમાર
જ્ઞાનેશ કુમારે (Gyanesh Kumar) ગુજરાતની મુલાકાત અંગે જણાવ્યું હતું કે ગુજરાતની પાવન ધરતી પર આવીને તેમને ગર્વ થયો છે. તેમણે ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મ અને કર્મભૂમિ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવશે. દરમિયાન, AMA બહાર NSUI કાર્યકરોના વિરોધને કારણે મુખ્ય ચૂંટણી કમિશનરની અમદાવાદ મુલાકાત દરમિયાન રાજકીય વિરોધનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:CEC ની નિમણૂકના કાયદા પર આજે થશે સુનાવણી,જ્ઞાનેશ કુમાર 17 ફેબ્રુઆરીએ નવા CEC બનશે
આ પણ વાંચો:જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
આ પણ વાંચો:જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર, અધીર રંજનનો દાવો
