What Happens to Old Trains in India: ભારતીય રેલવેમાં જ્યારે કોઈ ટ્રેન (Train) પોતાની નિર્ધારિત ઉંમર પૂરી કરે છે, ત્યારે તેને ફેંકી દેવામાં આવતી નથી. રેલવે પાસે આ જૂની ટ્રેનો અને કોચ માટે એક વ્યવસ્થિત પ્રક્રિયા છે, જેના દ્વારા તેમનું ‘બીજું જીવન’ શરૂ થાય છે. રેલવે આ રિટાયર થયેલી ટ્રેનોમાંથી પણ કરોડોની કમાણી કરવાનું ચાલુ રાખે છે.
Trainની ઉંમર કેટલી હોય છે?
દરેક ટ્રેન, (Train) એન્જિન અને કોચની લાઈફ સાઈકલ નક્કી હોય છે:
ICF કોચ: જૂના બ્લુ કલરના ICF કોચ આશરે 25 થી 30 વર્ષ સુધી ચાલે છે.
LHB કોચ: આધુનિક લાલ કલરના LHB કોચની ઉંમર 35 વર્ષ સુધીની હોય છે.
વહેલી નિવૃત્તિ: જો કોઈ કોચ અસુરક્ષિત જણાય, રિપેરીંગ ખર્ચ વધી જાય અથવા ટેકનોલોજી જૂની થઈ જાય, તો તેને નક્કી કરેલા સમય પહેલા પણ સેવામાંથી હટાવી દેવામાં આવે છે.
નિવૃત્તિ પછી શું થાય છે? (The Second Life)
રેલવે રેસ્ટોરન્ટ: અત્યારે દેશના ઘણા મોટા સ્ટેશનો પર જૂના કોચને સજાવીને ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ બનાવવામાં આવે છે, જે મુસાફરોમાં ખૂબ લોકપ્રિય છે.
સ્ટાફ ક્વાર્ટર અને ઓફિસ: ઘણા અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં બાંધકામ મુશ્કેલ હોય, ત્યાં જૂના કોચનો ઉપયોગ રેલવે સ્ટાફના રહેવા માટે અથવા હંગામી ઓફિસ તરીકે કરવામાં આવે છે.
માલસામાનની હેરાફેરી: પેસેન્જર ટ્રેન તરીકે નિવૃત્ત થયા પછી, કેટલાક કોચને મોડિફાઈ કરીને માલગાડી અથવા અન્ય ઉપયોગી સામાનની હેરફેર માટે વાપરવામાં આવે છે.
ભંગારમાંથી કમાણી (Scrap Sale): જ્યારે કોચ કોઈ પણ રીતે વાપરી શકાય તેમ ન હોય, ત્યારે તેને તોડીને લોખંડ અને અન્ય ધાતુઓ વેચવામાં આવે છે. રેલવે દર વર્ષે ભંગાર વેચીને હજારો કરોડ રૂપિયાની કમાણી કરે છે.


