Business News/ જેપી મોર્ગનની મહિલા બોસે જુનિયર બેંકરને ડ્રગ્સ આપી કર્યું શોષણ, ‘પ્રમોશન’ ના નામે ખેલાયો ગંદો ખેલ

દુનિયાની દિગ્ગજ બેંક JPMorgan માં મહિલા બોસ દ્વારા જુનિયર પુરુષ બેંકરનું શારીરિક અને માનસિક શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ, નસ્લવાદ અને પ્રમોશનની ધમકીની આ ખૌફનાક કહાની વાંચો અહીં.

Top Stories Trending Business
JPMorgan

JPMorgan Sexual Harassment Lawsuit 2026:  દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત બેંકોમાંની એક એવી JPMorgan Chase માંથી સત્તાના નશામાં ચૂર એક મહિલા અધિકારીની હેવાનિયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યૂયોર્કની કોર્ટમાં નોંધાયેલા કેસ મુજબ, બેંકના એક એશિયન મૂળના જુનિયર પુરુષ બેંકરે તેની સીનિયર મહિલા બોસ લોર્ના હજદિની વિરુદ્ધ ડ્રગ્સ આપીને જાતીય શોષણ કરવા અને કરિયર બરબાદ કરવાની ધમકી આપવાનો ગંભીર ગંભીર આક્ષેપ કર્યો છે.

શું છે આ ખૌફનાક સત્ય?

પીડિત (જેને સુરક્ષા માટે ‘જ્હોન ડો’ નામ અપાયું છે) એ કોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે:

ડ્રગ્સ આપી શોષણ: આરોપ છે કે 37 વર્ષની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લોર્નાએ તેને ઘણી વાર તેની જાણ બહાર ‘રૂફીઝ’ (ડેટ-રેપ ડ્રગ) જેવી નશીલી દવાઓ આપી હતી જેથી તે તેનું શારીરિક શોષણ કરી શકે.

નસ્લવાદ અને અપમાન: પીડિત જ્યારે વિરોધમાં રડવા લાગ્યો ત્યારે મહિલા બોસે તેની એશિયન પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરી અને તેને ‘કરી’ (Curry) જેવા શબ્દો વાપરીને નસ્લવાદી ટોણા માર્યા હતા.

પ્રમોશનનો ભય: સપ્ટેમ્બર 2024 માં લોર્નાએ ધમકી આપી હતી કે જો તેને મેનેજિંગ ડાયરેક્ટરનું પ્રમોશન અને બોનસ જોઈએ છે, તો તેણે તેની જાતીય માંગો પૂરી કરવી જ પડશે.

JPMorgan

ન્યાય માંગવા જતાં મળી સજા

પીડિતનો દાવો છે કે જ્યારે તેણે બેંક મેનેજમેન્ટને લેખિત ફરિયાદ કરી, ત્યારે તેને ન્યાય મળવાને બદલે:

તેને કંપનીના સિસ્ટમમાંથી બહાર કરી દેવાયો અને ફરજિયાત રજા પર ઉતારી દેવાયો.

તેને અજાણ્યા નંબર પરથી ઇમિગ્રેશન વિભાગમાં ફરિયાદ કરવાની ધમકીઓ મળવા લાગી.

JPMorgan બેંકનો પક્ષ

બીજી તરફ, JPMorgan ના પ્રવક્તાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બેંકનું કહેવું છે કે તેમની આંતરિક તપાસમાં કોઈ સત્ય મળ્યું નથી અને ફરિયાદીએ તપાસમાં સહકાર આપ્યો નથી. હાલમાં આરોપી લોર્ના હજદિની હજુ પણ બેંકમાં કાર્યરત છે. પીડિત હાલમાં PTSD (પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) થી પીડાઈ રહ્યો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે.


આ પણ વાંચો : આઠમા પગાર પંચની કામગીરી તેજ, ₹18,000 ના બદલે હવે ₹69,000 થશે પગાર?