Dahod News : દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકા પંચાયતની ચૂંટણી(Elections) બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા હવે ગઠબંધનની રાજનીતિ કેન્દ્રસ્થાને આવી છે.
તાલુકા પંચાયતની ચૂંટણી(Elections) બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે

18 બેઠકોમાંથી ભાજપે 7 બેઠકો મેળવીને સૌથી મોટો પક્ષ બન્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 5 બેઠકો અને કોંગ્રેસે 4 બેઠકો મેળવી છે. સાથે જ 2 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે, જેના કારણે રાજકીય ગણિત વધુ રસપ્રદ બન્યું છે.
હાલમાં સત્તા કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને અપક્ષ સભ્યોનો સપોર્ટ નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેના કારણે તમામ પક્ષો તેમને પોતાના પક્ષે ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં ફતેપુરા તાલુકા પંચાયતનું સત્તાસૂત્ર અંતે કોણ સંભાળશે તે અંગે આગામી દિવસોમાં ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:ભેંસાણ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી હાર્યા
આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો:સુરતમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થતા આંચકો
