Anil Ambani Assets Seized 2026: રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં 3,034.90 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ સાથે જ આ ગ્રુપ વિરુદ્ધ અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો 19,344 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
ગુજરાત સહિત ક્યાં-ક્યાં થઈ કાર્યવાહી?
તપાસ એજન્સીએ પ્રમોટર ગ્રુપની અનેક કિંમતી મિલકતો શોધી કાઢીને તેને PMLA હેઠળ જપ્ત કરી છે:
ગુજરાત: અમદાવાદના સાણંદમાં આવેલો જમીનનો એક મોટો ટુકડો જપ્ત કરાયો છે.
મુંબઈ: ઉષા કિરણ બિલ્ડિંગમાં આવેલો લક્ઝરી ફ્લેટ.
પુણે: ખંડાલામાં આવેલું આલિશાન ફાર્મહાઉસ.
શેર: રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 7.71 કરોડ શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર કૌભાંડ?
આ કેસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), PNB, બેંક ઓફ બરોડા અને LIC જેવી સંસ્થાઓ સાથે થયેલી છેતરપિંડી સાથે જોડાયેલો છે.
દેવું: રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને અન્ય કંપનીઓએ બેંકો પાસેથી મોટું દેવું લીધું હતું.
બાકી રકમ: અંદાજે 40,185 કરોડ રૂપિયા હજુ પણ બેંકોને ચૂકવવાના બાકી છે, જેને NPA જાહેર કરવામાં આવી છે.
પર્સનલ ગેરંટીનો વિવાદ: અનિલ અંબાણીએ (Anil Ambani) બેંકોને પર્સનલ ગેરંટી આપી હતી, પરંતુ આરોપ છે કે મિલકતો બચાવવા માટે તેને ફેમિલી ટ્રસ્ટ હેઠળ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
બેંકોને મળશે નાણાં? (Anil Ambani)
ED ના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી આ મિલકતો પર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને વેચવામાં આવશે. તેમાંથી જે રકમ પ્રાપ્ત થશે, તે છેતરપિંડીનો ભોગ બનેલી બેંકોને પરત કરવામાં આવશે.
