Surat News/ પાટીદાર સમાજમાં સામાજિક પરિવર્તનની લહેર! ખર્ચાળ રિવાજો પર લાગશે બ્રેક, ‘સામાજિક બંધારણ’નો ડ્રાફ્ટ તૈયાર

સુરતમાં પાટીદાર સમાજ (Patidar Samaj) દ્વારા સામાજિક બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મથુર સવાણીની આગેવાનીમાં ખર્ચાળ રિવાજો બંધ કરવા લાખો લોકોએ સમર્થન આપ્યું છે.

Gujarat Top Stories Surat
Patidar Samaj

Patidar Samaj Constitution Surat: ગુજરાતના સામાજિક ઇતિહાસમાં પાટીદાર સમાજ એક નવું પ્રકરણ લખવા જઈ રહ્યો છે. ઠાકોર અને રબારી સમાજ બાદ હવે પાટીદાર સમાજે પણ વધતા જતા ખર્ચાળ રિવાજોને તિલાંજલિ આપવા માટે ‘સામાજિક બંધારણ’ ઘડવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આ અંગે ડ્રાફ્ટ રજૂ કર્યો છે.

મથુર સવાણીનું જનજાગૃતિ અભિયાન

તાજેતરમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજના બંધારણ અંગે આપેલા નિવેદન બાદ પદ્મશ્રી મથુર સવાણીએ આ મુહિમને વેગ આપ્યો હતો. તેમણે ગુજરાતના ૧,૦૦૦ થી વધુ પાટીદાર સંગઠનોને પત્ર લખીને આ અંગે સમર્થન માંગ્યું હતું. આ અભિયાનને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ આવકાર્યું છે.

Patidar Samaj

ખર્ચાળ રિવાજો બંધ કરવા લોકોનું સમર્થન

સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ સ્વીકાર્યું હતું કે લગ્ન પ્રસંગો કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતા બિનજરૂરી ખર્ચ મધ્યમ વર્ગના પરિવારો માટે બોજ સમાન છે. આથી નવા બંધારણના ડ્રાફ્ટમાં મુખ્યત્વે લગ્ન પ્રસંગોમાં ભપકા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા, મરણોત્તર ક્રિયાઓમાં ખર્ચાળ રિવાજો બંધ કરવા અને સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે સમાન નિયમો લાગુ કરવા જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

Patidar Samajના લાખો લોકોએ આપ્યા અભિપ્રાય

મથુર સવાણીએ સોશિયલ મીડિયા પર આભાર પત્ર વાયરલ કરતા જણાવ્યું કે, લાખો લોકોએ આ બંધારણ માટે પોતાના અભિપ્રાયો આપ્યા છે. આ તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને રાજ્યના એક હજારથી વધુ સંગઠનો સાથે પરામર્શ કરવામાં આવશે. લોકોની લાગણીઓને માન આપીને જ આખરી બંધારણ તૈયાર કરવામાં આવશે.

શા માટે જરૂરી છે આ બંધારણ?

સમાજમાં દેખાદેખી અને મોભા માટે થતા ખર્ચાને કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાતા હોય છે. અન્ય સમાજોની જેમ પાટીદાર સમાજ પણ એક ચોક્કસ માર્ગદર્શિકા (બંધારણ) અપનાવીને સામાજિક સુધારા તરફ આગળ વધવા માંગે છે.


આ પણ વાંચો:પાટીદાર સમાજની રજૂઆત બાદ હીરા સોલંકી મેદાને, ભાગેડુ લગ્ન મુદ્દે કાયદો બનાવવા MLAની માંગ

આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી

આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી