Not Set/ હોકી વર્લ્ડ કપ સોંગ માટે સાથે કામ કરશે ગુલઝાર અને એઆર રહેમાન

ગ્રેમી અવોર્ડ વિજેતા સિંગર અને કમ્પોઝર એઆર રહેમાન અને શબ્દોનાં સમ્રાટ એવાં ગુલઝાર ફરી એકવખત સાથે કામ કરશે. મેન્સ હોકી વર્લ્ડ કપ 2018 નાં ઓફીશીયલ ટાઇટલ સોંગ માટે તેઓ સાથે કામ કરશે. આ વર્લ્ડ કપ ભારતનાં ઓડીશા રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં યોજવાનો છે. આ ગીતનાં શબ્દો જે ગુલઝારે લખ્યા છે, એ ‘જય હિન્દ હિન્દ, જય ઇન્ડિયા’ […]

Top Stories India Sports

ગ્રેમી અવોર્ડ વિજેતા સિંગર અને કમ્પોઝર એઆર રહેમાન અને શબ્દોનાં સમ્રાટ એવાં ગુલઝાર ફરી એકવખત સાથે કામ કરશે. મેન્સ હોકી વર્લ્ડ કપ 2018 નાં ઓફીશીયલ ટાઇટલ સોંગ માટે તેઓ સાથે કામ કરશે. આ વર્લ્ડ કપ ભારતનાં ઓડીશા રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં યોજવાનો છે. આ ગીતનાં શબ્દો જે ગુલઝારે લખ્યા છે, એ ‘જય હિન્દ હિન્દ, જય ઇન્ડિયા’ છે.

રહેમાને જણાવ્યું હતું કે, ‘ભારત આપણા પ્રિય સ્પોર્ટ હોકીથી વિશેષ કઈ કહેતું નથી અને દુનિયાની સૌથી મોટી હોકી ટુર્નામેન્ટ અહિયાં થવાની છે એનાથી વધુ એક્સાઈટીંગ કઈ નથી.’ વધુમાં એમણે ઉમેર્યું હતું કે , આ એક ઇમોશનલ ક્ષણ છે કે જ્યાં આખો દેશ હોકી માટે એકત્ર થયો હોય. ગુલઝાર સાહેબ અને મેં આ વર્લ્ડ કપ સોંગ બનાવ્યું છે. જે તમને રોમાંચિત કરશે અને પ્રેરણા આપશે.’

AR Rahman and Gulzar To Create Title Song For Men’s Hockey World Cup

રહેમાને કહ્યું કે ,મારી સાથે આ હોકીના જશ્નમાં જોડાઓ માત્ર આપણા પ્લેયર માટે નહી પરંતુ ગેમની સ્પીરીટ માટે. સમગ્ર દુનિયા એક છે એની સ્પીરીટ .

ઓડીશાના સીએમે રહેમાન અને ગુલઝારના વખાણ પણ કર્યા હતા કે તેઓ આ ગીત બનાવા માટે રાજી થયા. એમણે જણાવ્યું કે, ‘આ સોંગની થીમ ઇન્ડિયા છે. આ સોંગ કલીન્ગા સ્ટેડીયમમાં ઇનોગ્રેશન સેરેમનીમાં રીલીઝ થશે.આ રહેમાનનું રાજ્યમાં પહેલું પરફોર્મન્સ હશે.’

આ વર્લ્ડ કપ નવેમ્બર 28 થી ડીસેમ્બર 15 સુધી ચાલશે. કુલ 16 દેશો આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. આ ત્રીજી વખત છે કે જ્યાં ભારત આ ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યું છે.