Breaking News/ અમદાવાદમાં શાળાઓને મળતી બોમ્બની ધમકીઓને લઈ, મુખ્ય સચિવ સંજીવ કુમારની તાત્કાલિક બેઠક

અમદાવાદ સહિત ગુજરાતની શાળાઓને ઈમેલથી ધમકી (Bomb Threat) બાદ મુખ્ય સચિવ સંજીવ કુમારની પોલીસ-પ્રશાસન સાથે બેઠક. સુરક્ષા વધારાઈ.

Top Stories Gujarat Breaking News
Bomb Threat

Breaking News:અમદાવાદ સહિત ગુજરાતની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપતા ઈમેલ બાદ થયેલા હોબાળા વચ્ચે, ગુજરાતના મુખ્ય સચિવ સંજીવ કુમારે આજે (18 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, કલેક્ટર સુજીત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.

CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે, જ્યારે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ થોડા દિવસોમાં શરૂ થશે. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમના માતાપિતાના મનમાં એક પ્રશ્ન છે, જો તેમની શાળાને તેમના બાળકની પરીક્ષા દરમિયાન બોમ્બ ધમકી (Bomb Threat) મળે તો શું થશે?

બોમ્બની  ધમકીઓ (Bomb Threat)ને લઈ બોર્ડ પરીક્ષાઓ પહેલાં ઉચ્ચ-સ્તરીય બેઠકોની શ્રેણી શરૂ થશે

તંત્ર આ ચિંતાને દૂર કરવા માટે તૈયાર છે. બાળકો ચિંતા વિના તેમની પરીક્ષા આપી શકે તે માટે આયોજન ચાલી રહ્યું છે. આજે, મુખ્ય સચિવ સંજીવ કુમાર તમામ શહેરોના પોલીસ કમિશનરો, કલેક્ટરો, DEO અને જિલ્લા અધિક્ષકો સાથે વિડિઓ કોન્ફરન્સ દ્વારા બાળ સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. બોર્ડ પરીક્ષાઓ દરમિયાન બોમ્બ ધમકી (Bomb Threat) મળે તો પોલીસે શું કરવું જોઈએ અને વિદ્યાર્થીઓમાં ભય ન ફેલાય તે માટે કયા પગલાં લેવા જોઈએ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.

 વિદ્યાર્થીઓ ગભરાઈ ન જાય તે માટે આગોતરા આયોજન કરવામાં આવશે. તંત્ર ખાતરી કરવા માટે આયોજન કરી રહી છે કે બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમની પરીક્ષા આપી શકે અને તેમના માતાપિતા ચિંતામુક્ત રહે. બોર્ડ પરીક્ષાઓ પહેલાં ઉચ્ચ-સ્તરીય બેઠકોની શ્રેણી શરૂ થશે. શાળાઓની તપાસ કરવામાં આવશે અને પરીક્ષાઓ પહેલાં વ્યવસ્થા કરવામાં આવશે.

સામાન્ય રીતે, જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક હોય છે,ત્યારે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ હાજર હોય છે.જોકે, ઘણા સમયથી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપતા ઇમેઇલ મળ્યા બાદ, પોલીસ સહિત સમગ્ર વ્યવસ્થા એલર્ટ પર છે. બોર્ડની પરીક્ષાઓ પહેલા પોલીસ બધી શાળાઓની તપાસ કરશે અને વ્યવસ્થા કરવામાં આવશે. નિરીક્ષણ પછી, વિદ્યાર્થીઓને પરીક્ષા હોલમાં બેસાડવામાં આવશે.

કેટલીકવાર, પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બગડે છે, ક્યારેક ડિહાઇડ્રેશનને કારણે બેભાન પણ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં, પરીક્ષા કેન્દ્રની બહાર એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. વધુમાં, ફાયર બ્રિગેડની ટીમો સતત એલર્ટ પર રહેશે.

જે શાળાઓને સતત ધમકીઓ મળી રહી છે તેમના પર વધુ ધ્યાન આપવામાં આવશે. વહીવટીતંત્ર છેલ્લા ત્રણ મહિનાથી ધમકીઓ (Bomb Threat) મળી રહેલી શાળાઓ પર વધુ ધ્યાન આપશે. DAV સ્કૂલ જેવી શાળાઓને ઘણા ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. પરિણામે, વહીવટીતંત્ર આ શાળાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી