Corona Update/ વિશ્વમાં કોરોનાનું વિષચક્ર: અમેરિકામાં 2.35 લાખ નવા કેસ, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4,100 મોત

સમગ્ર વિશ્વમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,300 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.ભારત કરતાં યુરોપના દેશોમાં વિપરીત પરિસ્થિતિ જોવા

Top Stories World
1

સમગ્ર વિશ્વમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 16,300 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.ભારત કરતાં યુરોપના દેશોમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. યુરોપના દેશોમાં યુકે અને યુએસમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોય તેમ લાગી રહ્યું છે. તેની સામે અમેરિકાની સરકાર શક્ય તેટલા પગલાં ભરવાની કોશિશ કરી રહી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે.

With over 230,000 new infections, US sees record Covid-19 cases for third day in a row, World News | wionews.com

HighCourt / આંતરધર્મીય લગ્ન સંબંધે અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો,લગ…

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં જ 4,000 થી વધુ લોકોના મોત થયા છે.જ્યારે યુકેમાં પણ કોરોના બેકાબૂ હોય તેમ લાગી રહ્યું છે. યુકેમાં પણ 24 કલાકમાં 47,500 નવા કેસ થયા નોંધાયા છે. તેમજ રેકોર્ડ બ્રેક 1564 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વિશ્વભરના અન્ય યુરોપીય દેશોમાં મેક્સિકો બ્રાઝિલ અને જર્મનીમાં પણ કોરોનાના કારણે સ્થિતિ દિન-પ્રતિદિન વખત જોવા મળી રહી છે. મેક્સિકોમાં 24 કલાકમાં 1314ના મોત થયા છે જ્યારે બ્રાઝિલમાં પણ 24 કલાકમાં 283 મોત નોંધાયા છે. તો આ જ શ્રેણીમાં જર્મનીમાં પણ એક હજાર કરતાં વધારે એટલે કે 12,00 લોકોના જીવ કોરોના ના કારણે ગયા છે.

US coronavirus deaths set single-day record as total hits 28,300 | Coronavirus pandemic News | Al Jazeera

 

USA / ટ્રમ્પ બન્યા બે વખત મહાભિયોગનો સામનો કરનારા અમેરિકાના પ્રથમ …

અમેરિકા અત્યારે એક તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહાભિયોગની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, તેમજ તેની વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં લેવા માટેસક્રિય રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે.અમેરિકામાં કોરોના ના કારણે વકરી રહેલી પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ જો બિડને અમેરિકામાં વધુને વધુ લોકોને ઝડપથી રસી અપાવવા માટે નવી યોજના તૈયાર કરી છે. તેમજ કોરોના રસી ના તમામ જૂથોને એક સાથે જોડવાનો આદેશ આપ્યો છે.તેમજ સ્ટોક ન કરવા માટે આરોગ્ય ખાતાને સૂચના આપી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…