Gujarat Voter List SIR/ ગુજરાત SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર, 68 લાખ નામ કમી, 9.56 લાખ નવા મતદારો ઉમેરાયા

ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદાર યાદી (Sir Final Voter List) જાહેર. કુલ 68.12 લાખ નામ કમી, 9.56 લાખ નવા મતદારો ઉમેરાયા. કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

Top Stories Gujarat Breaking News
Sir Final Voter List

Gujarat Voter List SIR:ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી મતદાર યાદી (Sir Final Voter List) જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના કુલ મતદારોની સંખ્યા 4,40,30,725 નોંધાઈ છે.આ પહેલાંની યાદી (2025ની)માં 5 કરોડ 8 લાખ 43 હજાર 436 મતદારો હતા,એટલે કે SIR દરમિયાન કુલ 68,12,711 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.આ આંકડો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાના અગાઉના દાવાને મજબૂત બનાવે છે. કોંગ્રેસે અગાઉ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં આશરે 62 લાખથી વધુ શંકાસ્પદ અથવા ખોટા મતદારો હોઈ શકે છે, જેના કારણે ચૂંટણીમાં ‘વોટ ચોરી’ની શક્યતા રહે છે.

આખરી મતદાર યાદી માં (Sir Final Voter List) વિરોધી વિસ્તારોમાં મતદારોના નામ કપાવવાના પ્રયાસ !

અમિત ચાવડાએ આ આંકડાને ‘વોટ ચોરી’ના (Sir Final Voter List) મુદ્દાને સાચો ઠેરવતો ગણાવ્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો.આખરી યાદીમાં 9.56 લાખ (9,56,000) નવા મતદારોનો ઉમેરો થયો છે, જેમાં મોટા ભાગના 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા મતદારો છે.જ્યારે ડ્રાફ્ટ યાદી પછી પણ 3,95,555 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.ડ્રાફ્ટ યાદી પછી નેટ 5.60 લાખ મતદારોનો વધારો થયો છે.

આ SIR પ્રક્રિયા (Sir Final Voter List) દરમિયાન મુખ્ય કારણોમાં મૃત્યુ પામેલા મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગેરહાજર રહેલા, ડુપ્લિકેટ એન્ટ્રી અને અન્ય તપાસમાં અયોગ્ય જણાયેલા મતદારોનો સમાવેશ થાય છે.ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે 9.56 લાખ નવા ઉમેરાયેલા મતદારોની બુથ વાઇઝ વિગતો જાહેર કરવામાં આવે.ખોટા ફોર્મ-7 ભરનાર વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવે. અને આવા ફોર્મ ભરનારા સામે ફોજદારી કાર્યવાહી થાય.

આ પ્રક્રિયા દરમિયાન ફોર્મ-7ના બલ્ક ફાઇલિંગ અને કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા, જેમાં વિપક્ષે BJP પર આરોપ લગાવ્યા હતા કે તેમણે વિરોધી વિસ્તારોમાં મતદારોના નામ કપાવવાના પ્રયાસ કર્યા.


આ પણ વાંચો:ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ

આ પણ વાંચો:SIRની ગુજરાતમાં 33 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ

આ પણ વાંચો:ચૂંટણી પંચની SIR ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર: 27 જિલ્લામાં 100% ચકાસણી પૂર્ણ