ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલી મતદારયાદીની (voter list) ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) બાદ આજે 17 ફેબ્રુઆરીએ અંતિમ મતદારયાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર રાજ્યભરમાં BLO દ્વારા ઘરઘર જઈ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા, કાયમી રીતે સ્થળાંતર કરેલા તથા એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરવામાં આવી હતી.
voter list: અંતિમ મતદારયાદી જાહેર
ઝુંબેશ શરૂ થવા પૂર્વે રાજ્યમાં કુલ 5 કરોડ 8 લાખ 43 હજાર 436 મતદારો નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ સંખ્યા ઘટીને 4 કરોડ 34 લાખ 70 હજાર 109 થઈ હતી. હવે અંતિમ મતદારયાદીમાં કુલ 4 કરોડ 40 લાખ 30 હજાર 725 મતદારોના નામ સમાવાયા છે, એટલે કે ડ્રાફ્ટ યાદી પછી અંદાજે 5.60 લાખ મતદારોનો નેટ વધારો નોંધાયો છે.
voter list: ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ 73 લાખ 73 હજાર નામ રદ
ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ 73 લાખ 73 હજાર નામ રદ કરવામાં આવ્યા હતા, પરંતુ અંતિમ યાદીમાં માત્ર 3 લાખ 95 હજાર નામ જ ખરેખર કમી કરવામાં આવ્યા છે. એટલે કે ડ્રાફ્ટમાં રદ કરાયેલા નામોમાંથી 69 લાખ 78 હજાર નામ ફરીથી અંતિમ મતદારયાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
SIR પ્રક્રિયા સાડા ત્રણ મહિના સુધી ચાલી
27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી SIR પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં સાડા ત્રણ મહિના સુધી ચાલી હતી. મતદારયાદીમાં નામ ઉમેરવા, કાઢવા અથવા સુધારવા માટેના દાવો-વાંધા 19 ડિસેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 સુધી સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે 10 ફેબ્રુઆરી સુધી તેમાંની અરજીઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના નાગરિકોનો વિશાળ સહયોગ મળ્યો
અંતિમ મતદારયાદી જાહેર કરતી વખતે મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે આ અભિયાનમાં રાજ્યના નાગરિકોનો વિશાળ સહયોગ મળ્યો છે. આ કામગીરી માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક અધિકારી, 50,963 BLO તેમજ અનેક સ્વયંસેવકો જોડાયા હતા. મીડિયા, રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓનો પણ મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો.
voter list: રાજ્યભરમાં કુલ 14,70,125 અરજીઓ મળી
ચૂંટણી પંચ મુજબ રાજ્યભરમાં કુલ 14,70,125 અરજીઓ મળી હતી. જેમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવા ફોર્મ-6 હેઠળ 7,25,920 અરજીઓ, નામ કમી કરવા ફોર્મ-7 હેઠળ 1,83,235 અરજીઓ અને વિગતોમાં સુધારા માટે ફોર્મ-8 હેઠળ 5,60,970 અરજીઓ નોંધાઈ હતી.
આ પણ વાંચો:બનાસકાંઠા દાંતા ખાતે 107માંથી 76 ખનિજ લીઝ કાર્યરત, 31 એ.ટી.આર. બંધ : ઋષિકેશ પટેલ
આ પણ વાંચો:અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું
આ પણ વાંચો:ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત
