Banaskantha News/ બનાસકાંઠા દાંતા ખાતે 107માંથી 76 ખનિજ લીઝ કાર્યરત, 31 એ.ટી.આર. બંધ : ઋષિકેશ પટેલ

વહીવટી સરળતા માટે ગુજરાત ગૌણ Mineral છુટછાટ નિયમોમા બ્લેકટ્રેપ અને બિલ્ડીંગ સ્ટોનને અલગ શ્રેણીમાં મુકવામાં આવેલ છે.

Gujarat Others
Mineral

Banaskantha News : ગુજરાત વિધાનસભામાં આજે દાંતા(Danta) તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આ વિસ્તારોમાં એક પણ ક્વોરી(બ્લેક ટ્રેપ)ઓ આવેલ નથી.તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડિંગ સ્ટોન ખનીજ (Mineral) ની લીઝો છે, કવોરી (બ્લેકટ્રેપ) ખનીજ(Mineral)ની લીઝો નથી.આ ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ(Mineral)વાર આવેલ કુલ 107 લીઝો પૈકી 76 કાર્યરત અને 31 લીઝ એ.ટી.આર (Any Time Royalty) બંધ કરાઈ છે.

દાંતા તાલુકામાં ગ્રેનાઈટની 02 અને બિલ્ડિંગ સ્ટોનની 74 આમ કુલ 76 લીઝ કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ગ્રેનાઇટની 01 લીઝ માઇનીંગ પ્લાન રજુ કરેલ ન હોવાના કારણે, બિલ્ડીંગ સ્ટોનની 05 લીઝ બાકી લેણા ભરપાઇ કરેલ ન હોવાના કારણે બંધ કરી છે.

બિલ્ડિંગ સ્ટોનની 02 લીઝ જેમાં બાલારામ – અંબાજી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના 1 (એક) કીલોમીટરની અંદર આવેલ હોઇ , 16જેમાં સ્ટેટ લેવલનું ઇ.સી.(Environment clearance) રજુ કરેલ ન કરેલ હોઈ , 06 માં ઇ.સી. રજુ કરેલ ન હોઈ , 01 લીઝમાં ઇ.સી. રીજેક્ટ થયેલ હોવાના કારણે આમ કુલ 31 લીઝ બંધ કરેલ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ ક્વોરી (બ્લેકટ્રેપ પથ્થર) અને બિલ્ડીંગ સ્ટોન વચ્ચેનો તફાવત પણ વિગતે સમજાવતા કહ્યું હતું કે, બ્લેકટ્રેપ પથ્થર જે પૃથ્વીના પેટાળમાં રહેલ લાવા, જ્વાળામુખી સ્વરૂપે પૃથ્વી પર આવી આ લાવા(મેગ્મા) કુદરતી વાતાવરણમાં ઠરવાથી બનેલા પથ્થરને ડેક્કનટ્રેપ/બેસાલ્ટ કહેવાય છે. જેને બ્લેકટ્રેપ તરીકે ઓળખાય છે.

આ પથ્થર ઘેરા કાળા અથવા રાખોડી રંગનો હોય છે અને તેનું બંધારણ ખૂબ જ સખત અને ઘટ્ટ (Compact) હોય છે. તે ઉચ્ચ દબાણ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.બ્લેકટ્રેપનો ઉપયોગ સીધો પથ્થર તરીકે ઓછો, પણ તેને તોડીને બનાવેલી  ‘કપચી’ (Aggregate)  તરીકે વધુ થાય છે.

કોંક્રિટ કામ:
સ્લેબ, કોલમ અને બીમના આરસીસી (RCC) બાંધકામમાં કપચી તરીકે.

રોડ નિર્માણ:
ડામર રોડ અને સિમેન્ટ કોંક્રિટ રોડના પાયામાં તેમજ ઉપરના સ્તરમાં.

રેલ્વે:
રેલવેના પાટા નીચે પથરાતા પથ્થર (Ballast) તરીકે.

ભારે બાંધકામ:
ડેમ (બંધ), પુલ અને બંદરોના નિર્માણમાં.

બિલ્ડીંગ સ્ટોન
બિલ્ડીંગ સ્ટોનને ઇમારતી પથ્થરો તરીકે ઓળખવામાં આવે છે. ઇમારતી પથ્થરો (બિલ્ડીંગ સ્ટોન) એ કુદરતી ખડકો છે.જે મુખ્યત્વે ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલ છે.

ગુજરાત ગૌણ ખનીજ (Mineral)છુટછાટ નિયમોમા બ્લેકટ્રેપ અને બિલ્ડીંગ સ્ટોનને અલગ શ્રેણીમાં મુકવામાં આવેલ છે

જે ઇમારતી પથ્થરોનો ઉપયોગ ગૃહ (ઘરો) ના નિર્માણ, રોડ, પુરાણ વિગેરે બાંધકામ માટે કરવામાં આવે છે. તેવા પથ્થરોને બિલ્ડીંગ સ્ટોનની શ્રેણીમાં મુકવામાં આવેલ છે.
આમ, પથ્થરોના ઉપયોગ અને તેની ભુસ્તરીય સંરચના ના આધારે વહીવટી સરળતા માટે ગુજરાત ગૌણ ખનીજ (Mineral)છુટછાટ નિયમોમા બ્લેકટ્રેપ અને બિલ્ડીંગ સ્ટોનને અલગ શ્રેણીમાં મુકવામાં આવેલ છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ખનિજોની રોયલ્ટી ડબલ,સરકારનો રાતોરાત નિર્ણય, ઉત્પાદકોમાં આક્રોશ અને ખનિજ ચોરીનો ખતરો

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યમાં ખાણ ખનિજ ક્ષેત્રે ‘ઇઝ ઓફ ડૂઇંગ’ બિઝનેસને વેગ આપતો અભિગમ

આ પણ વાંચો : મુળી તાલુકાનાં વેલાળા ગામે રેતીની લીઝનાં પાસ પરમીટનો વેપલાનો થયો પર્દાફાશ