ગુજરાત/ મુળી તાલુકાનાં વેલાળા ગામે રેતીની લીઝનાં પાસ પરમીટનો વેપલાનો થયો પર્દાફાશ

મુળી તાલુકાનાં ગામોમાં ખનિજ સંપદા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેવામાં લીઝ ધારકો પાસ પરમીટનો વેપલો કરી ખનીજ ચોરીને પ્રોત્સાહિત કરતા હોય તેનો પર્દાફાશ ગ્રામજનોએ કર્યો છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

મુળી તાલુકાનાં ગામોમાં ખનિજ સંપદા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેવામાં લીઝ ધારકો પાસ પરમીટનો વેપલો કરી ખનીજ ચોરીને પ્રોત્સાહિત કરતા હોય તેનો પર્દાફાશ ગ્રામજનોએ કર્યો છે. વેલાળા ગામે સાદી રેતીનાં લીઝ ધારક ધીરુભાઈ કેહાભાઈએ તો ખુલ્લેઆમ પાસનો વેપાર ચાલું કરેલો છે.

સેવા કાર્ય: લીંબડી હાઈવે પર ABMN ટીમે 500 વાહનોને રેડીયમ રીફ્લેકટર લગાવ્યાં

આ લીઝ વિસ્તારમાં વર્ષોથી સાદી રેતી દશ કિલો પણ ન હોય તેમ છતાં પાસ પરમીટ અન્ય ખનિજ ખનન માફીયાઓને આપી પ્રોત્સાહિત કરતાં હોય તેવું કૌભાંડ ગામજનોએ ઝડપી પાડેલુ છે. આ બાબતે સ્થળ તપાસ હાથ ધરતા અહીં વર્ષોથી રેતી છે જ નહીં તેમ છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તેઓને પાસ પરમીટ ફાળવવામાં આવેલી છે. ખાણ ખનીજ વિભાગનાં કોઈ પણ અધિકારી વર્ષોથી આ લીઝની મુલાકાત પણ લીધેલી ન હોય તે બહાર આવ્યું છે. રેતીનું ખનન અન્ય જગ્યાએ કોઇ રોકટોક વિના ચાલી રહ્યું છે અને પાસ આ લીઝનાં આપવામાં આવે છે અને આ રીતે ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી? તે મોટો સવાલ પેદા થયો છે.

શું આ છે વિકાસ?: થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા

આ બાબતે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને પણ જાણ કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો મોટું મસ કૌભાંડ બહાર આવે તેમ છે. લીઝ ધારકો રાજકીય પક્ષો સાથે પણ જોડાયેલા હોય છે અને નેતાઓ નાં છુપા આશીર્વાદ પણ ધરાવતા હોય છે. ત્યારે મુળી તાલુકાનાં ગામોમાં તમામ લીઝોની તપાસ કરવામાં આવે તો અનેક નાં તપેલા ચડી જાય તેમ છે, તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે આ લીઝની વેલાળા મુકામે તાત્કાલિક તપાસ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગણી થઇ રહી છે.