દેશના અગ્રણી ઓટો ઉત્પાદક એવા ટાટા મોટર્સ જણાવ્યું કે તેને ગુજરાત સરકાર તરફથી 115 એમ્બ્યુલન્સનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ 115 એમ્બ્યુલન્સના જંગી હુકમ હેઠળ ગુજરાતના આરોગ્ય વિભાગને 25 ટાટા વિંગર એમ્બ્યુલન્સ પૂરા પાડ્યા છે. 25 ટાટા વિંગર એમ્બ્યુલન્સ બેઝિક લાઇફ સપોર્ટથી સજ્જ છે અને ગુજરાતમાં દર્દીઓની સહાય માટે તૈનાત કરવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ કહ્યું કે ટાટા મોટર્સે સરકારના ઇ-માર્કેટપ્લેસ હેઠળના ઓર્ડર માટે બોલી લગાવી અને જીતી લીધી. વાહનો ખાસ દર્દીના પરિવહન માટે બનાવવામાં આવ્યા છે. ટાટા મોટર્સ બાકીની 90 એમ્બ્યુલન્સને તબક્કાવાર રીતે કરાર હેઠળ સપ્લાય કરશેઆ તમામ વિંગર મોડલની એમ્બ્યુલન્સ હશે. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક સમારોહમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે.
આ પ્રસંગે ટાટા મોટર્સના એસસીવીના પ્રોડકટ લાઇન, વાઇસ પ્રેસિડેન્ટ વિનય પાઠકે જણાવ્યું હતું કે, ”ટાટા મોટર્સ મેજિક એકસપ્રેસ એમ્બ્યુલન્સ, વિંગર એમ્બ્યુલન્સ અને એલપી ૪૧૦ એમ્બ્યુલન્સથી ડબલ સ્ટ્રેચર સાથે એમ્બ્યુલન્સની શ્રેણી આપે છે.
