Not Set/ જામનગરમાં હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો, 7 આરોપીની ધરપકડ

જામનગર જામનગર પોલીસે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે…પોલીસે 10 પોસ્ટલ સાથે સાત કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં મોરબી,પોરબંદર અને જામનગરના ત્રણ શખસો સપ્લાયર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.. જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીનો વ્યાપ વધી રહ્યો છે, તેની સામે પોલીસ પણ એટલી જ સતર્ક બનીને આરોપીનું પગેરું શોધવાના સઘન પ્રયાસો […]

Top Stories Gujarat

જામનગર

જામનગર પોલીસે હથિયારોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે…પોલીસે 10 પોસ્ટલ સાથે સાત કુખ્યાત શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં મોરબી,પોરબંદર અને જામનગરના ત્રણ શખસો સપ્લાયર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા..

જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીનો વ્યાપ વધી રહ્યો છે, તેની સામે પોલીસ પણ એટલી જ સતર્ક બનીને આરોપીનું પગેરું શોધવાના સઘન પ્રયાસો કરે છે.

એવામાં જામનગર શહેર અને જિલ્લામાં કેટલાક માથાભારે શખ્સો પોતાની ધાક જમાવવા માટે પોતાની પાસે ગેરકાયદેસર હથિયારો રાખી રહ્યાની માહિતીને આધારે જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોને ગેરકાયદેસર હથિયારો શોધવાની સૂચનાઓ કરતાં આવા હથિયારો શોધવામા જામનગર પોલીસને સફળતા મળી છે.

આ હથિયાર રાજ્ય બહારથી ખરીદતા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ચાર દિવસ પહેલા ચાર પિસ્તોલ પણ ઝડપાઇ હતી.