Ahmedabad News/ શિયાળો જામ્યો હોવાથી, AMC સંચાલિત શાળાઓમાં 15 જાન્યુઆરી સુધી શાળાનો સમય મોડો કરવામાં આવ્યો

અમદાવાદમાં વધતી ઠંડીમાં શાળાઓના વિદ્યાર્થીઓ ઠુઠવાઈ ના જાય, તે માટે વાલીઓ દ્વારા સમિતિને રજૂઆત કરીને સમયમાં ફેરફાર કરવા માટે અરજ કરી છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કુલ 451 શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. જેમાં લગભગ 1.70 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે ઠંડીનું જોર વધુ રહેતા વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને AMC સંચાલિત શાળાઓની સવારની પાળી અને બપોરની પાળીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારની પાળીનો સમય 7:55 થી 12:30 અને બપોરની પાળીનો સમય 12:35 થી 5:10 સુધી રાખવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કલાકોને ધ્યાનમાં રાખીને જ શાળાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જે આગામી 15 જાન્યુઆરી સુધી માન્ય રહેશે.

શાળાના સમયમાં ફેરફાર કરવાથી વિદ્યાર્થીના અભ્યાસ પર અસર ન થાય તે પ્રકારે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિવિધ ધોરણમાં વાર્ષિક સત્રના કલાકો નક્કી કરવામાં આવ્યા છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પૂર્વમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, CTM ખાતે 60 મીટર અને દક્ષિણ ઝોનમાં 775 ચોરસ ફૂટના દબાણો દૂર થયા

આ પણ વાંચો: અમદાવાદમાં ગેસ રિફિલિંગ કરતા 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં સરપ્રાઈઝ કોમ્બિંગ : જુહાપુરામાં પોલીસ કાફલાનું કોમ્બિંગ, જોઈન્ટ CP, ત્રણ DCP સહિતની ટીમ