Ahmedabad News : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સિનિયર IPS અધિકારીઓની સાથે પોલીસની ટીમ કોમ્બિંગ કરવા પહોંચી છે. જુહાપુરા વેજલપુરની આસપાસના કેટલાક વિસ્તારમાં સંવેદનશીલ જગ્યાઓ પર કોમ્બિંગ ચાલી રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ થતા કેટલાક ગુનેગારો ફફડી ઉઠ્યા હતા.
જ્યારે સામાન્ય લોકોની સ્થિતિ સારી રહે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુર્જર અને ત્રણ જેટલા DCP તેમજ 400થી વધુનો પોલીસ કાફલો આજે અમદાવાદ શહેરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ કરવા માટે નીકળ્યા હતા.
જેમાં જુહાપુરા વિસ્તારમાં થોડા સમય પહેલા કેટલાક ગુનેગારોએ જાહેરમાં તમાશો કર્યો હતો અને તેને પણ પોલીસે કડક હાથે દાબી દીધો હતો. પરંતુ, આગામી સમયમાં કોઈ પણ ગુનેગાર માથું ન ઊંચકે અને સામાન્ય લોકો સરળતાથી પોતાનો રોજિંદા કામ કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.