વડોદરાઃ વડોદરાના હનીટ્રેપ કાંડમાં વધુ એક અન્ય યુવાન પણ આ ગેંગનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. યુવાનની પાસે પણ રૂપિયાની માંગ કરી ધમકીઓ આપવામાં આવતી હતી. તેમા જુહી નામની યુવતીના પતિ સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતી તેમજ તેના પતિના મોબાઇલની તપાસ કરવામાં આવશે. મોબાઇલની તપાસ માટે ફોરેન્સિકની મદદ લેવામાં આવશે.
આ કિસ્સામાં વડોદરામાં ગોત્રી વિસ્તારમાં મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મસાજ માટે બોલાવીને હનીટ્રેપમાં ફસાવવાનો કિસ્સો સામે આવ્યો છે. તેમા મહિલાના જ માણસોએ નકલી પોલીસ બની દરોડા પાડ્યા હતા અને દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. આમ કરીને તેમણે મેડિકલ ઓફિસર પાસેથી લાખ રૂપિયા પડાવ્યા હતા. ભોગ બનનારા યુવાને પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ગેંગને પકડી લીધી હતી.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસરની ફરજ નીભાવતા યુવકેને જુહી લાબની નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવ્યા પછી યુવક અને જુહી લાબના નામની વ્યક્તિ વચ્ચે ચેટિંગ શરૂ થયું હતું. જુહીએ પોતે મસાજ થેરપિસ્ટ હોવાનું જણાવીને યુવક સમક્ષ મસાજ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના પગલે યુવકે હજાર રૂપિયામાં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું.
યુવક ગોત્રી વિસ્તારમાં જુહીના ઘરે મસાજ કરાવવા પહોંચ્યો હતો. અહીં બેડરૂમમાં જઈ મસાજ માટે કપડા ઉતારતા જ ત્રણ શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. ત્રણેય નકલી પોલીસે એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ ચાલતી હોવાનું કહી અરજીનું કાગળ બતાવ્યું હતું. આ દરમિયાન અન્ય યુવક અને જુહી પટેલનો વિડીયો ઉતારી લીધો હતો. તેની સાથે ફ્લેટ સીલ કરવાની ધમકી આપી હતી.
પોલીસના નામથી ડરી જઈ યુવકે કેસોના પતાવટની રજૂઆત કરી હતી. આના પગલે નકલી પોલીસે દસ લાખ રૂપિયા માંગ્યા હતા. રૂપિયા નહીં આપે તો કેસ કરવાની ધમકી આપી હતી. યુવકે તેમને એક લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીની રકમ ન ચૂકવી તો દુષ્કર્મના કેસની ધમકી આપી હતી. ઘટનાના બીજા દિવસે પણ જુહીએ અતુલને ફોન કર્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન આપે તો દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપી હતી. આથી યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા હનીટ્રેપના બહાને રૂપિયા પડાવતી આખી ગેંગ પકડાઈ હતી.
આ પણ વાંચો: ચેક રિટર્નના કેસો માટે 15 નવી કોર્ટ ઊભી કરાશે
આ પણ વાંચો: અંકલેશ્વરમાં ટ્રેન નીચે પડતું મૂકી યુગલનો આપઘાત, ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી આવી
આ પણ વાંચો: ક્ષત્રિય સમાજને મનાવી લેવાનો ભાજપને વિશ્વાસઃ પાટિલ
આ પણ વાંચો: પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ
