Surat News/ સુરતમાં 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડ્યો યુવક, ફાયરબ્રિગેડે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યૂ કર્યું

Surat Fire Brigade Rescue: સુરતના ઉધનામાં 100 ફૂટ ઊંચી નિર્માણાધીન પાણીની ટાંકી પર ચડેલા યુવકને ફાયરબ્રિગેડની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને દોરડાની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો.

Top Stories Gujarat Surat Breaking News
Surat Fire Brigade Rescue: સુરતમાં ‘શોલે’ જેવો સીન! 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડ્યો યુવક, ફાયરબ્રિગેડ દોડ્યું

Surat News: સુરતના ઉધના વિસ્તારમાં આજે એક અજીબોગરીબ ઘટનાને કારણે ભારે દોડધામ મચી હતી. નિર્માણાધીન પાણીની ટાંકી (Surat Fire Brigade Rescue) પર એક યુવક અચાનક ચડી જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આશરે 100 ફૂટ ઊંચી ટાંકી પર યુવક લગભગ એક કલાક સુધી બેસી રહ્યો હતો.

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી અને ફાયરબ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. યુવક પાણીની ટાંકીના બાંધકામ માટે ઊભી કરવામાં આવેલી પાલખના સહારે ઉપર સુધી પહોંચી ગયો હતો. નીચે હાજર લોકોએ તેને સલામત રીતે નીચે ઉતરી જવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીચે આવવા તૈયાર થયો નહોતો.

100 ફૂટ ઊંચે યુવકને જોઈ લોકોના ટોળા એકઠા થયા

ઉધના વિસ્તારમાં પાણીની ટાંકીનું બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુવક પાલખના માધ્યમથી ટાંકીની ટોચ સુધી પહોંચી ગયો હતો. લગભગ 100 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તે ત્યાં બેસી રહ્યો હતો.નીચે ઉભેલા લોકો તેને સતત નીચે આવવા માટે સમજાવતા રહ્યા હતા. યુવક નીચે ન આવતાં ઘટનાની જાણ ફાયરબ્રિગેડ (Surat Fire Brigade Rescue)ને કરવામાં આવી હતી. સમગ્ર દૃશ્યને જોઈને ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોને ‘શોલે’ ફિલ્મના જાણીતા દૃશ્યની યાદ આવી હતી.

Surat Fire Brigade Rescue: હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ફાયર ટીમ પહોંચી

યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે ફાયરબ્રિગેડ (Surat Fire Brigade Rescue)ની ટીમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ દરમિયાન ફાયર જવાનોએ ભારે સતર્કતા રાખી હતી.એક ફાયર જવાન ટાંકી તરફથી નીચે ઉતર્યા હતા, જ્યારે અન્ય એક જવાન નીચેથી પાલખના સહારે ઉપર પહોંચ્યા હતા. ટીમે યુવક સુધી પહોંચીને તેને સુરક્ષિત રીતે નીચે લાવવાની કામગીરી શરૂ કરી હતી.

યુવક અચાનક નીચે કૂદી ન પડે તેની પણ તકેદારી

ફાયર ઓફિસર નરોત્તમ ખલાસીના જણાવ્યા પ્રમાણે, યુવકની માનસિક સ્થિતિ અસ્થિર જણાતી હતી અને તે ટાંકીની ઉપર ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે શું બોલી રહ્યો હતો તે પણ સ્પષ્ટ સમજાતું નહોતું.યુવક અચાનક નીચે કૂદી ન પડે તે માટે ફાયર જવાનોને ખાસ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. નીચે જાળી સહિતની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય તો યુવકને બચાવી શકાય.ઉપર પહોંચેલી ટીમે એક જવાનને દોરડાની મદદથી સુરક્ષિત રીતે બાંધીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ યુવકને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો હતો.

એક કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળ

ફાયરબ્રિગેડ (Surat Fire Brigade Rescue)ના જવાનોની સતર્કતા અને સૂઝબૂઝના કારણે આશરે એક કલાકની કામગીરી બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.દરમિયાન યુવક શા માટે 100 ફૂટ ઊંચી નિર્માણાધીન પાણીની ટાંકી પર ચડ્યો હતો તેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે યુવકને અટકમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડની ટીમે જોખમી સ્થિતિ વચ્ચે સાવચેતીપૂર્વક કામગીરી કરીને યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.


આ પણ વાંચો:સુરત: લિંબાયતમાં પૂરમાં ફસાયેલી પ્રસૂતા અને નવજાતનું રેસ્ક્યુ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી બચ્યો જીવ

આ પણ વાંચો:સુરત ખાડીપૂર દુર્ઘટના: 42થી વધુ મોત બાદ પરિવારનો આક્ષેપ- ‘સમયસર રેસ્ક્યૂ થયું હોત તો અનેક જીવ બચી જાત’

આ પણ વાંચો:સુરતમાં એક તરફી પ્રેમમાં સનકી શિક્ષક દ્વારા અધમ કૃત્ય