Surat News: શિક્ષક તરીકે વિદ્યાર્થી ઓના ભવિષ્યના ઘડતરની જવાબદારી નિભાવનાર વ્યક્તિ જ્યારે પોતે જ વિદ્યાર્થિ-ની ના જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરે ત્યારે શિક્ષણ જગતની સાથે સમાજ પણ શરમિંદો થાય છે. સૂરતમાં એવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોઝિટીવ ટ્યુશન ક્લાસીસના શિક્ષકે પોતાની જ પૂર્વ વિદ્યાર્થિ-ની ને એકતરફી પ્રેમના કારણે માનસિક ત્રાસ આપ્યો અને તેને બદનામ કરવા સોશિયલ મીડિયા પર ગંભીર ષડયંત્ર રચ્યું હતું.
પૂર્વ વિદ્યાર્થી-ની ના નામે બનાવ્યું ફેક એકાઉન્ટ
ફરિયાદી વિદ્યાર્થી-ની એ (Student) વર્ષ 2021માં ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે પોઝિટીવ ટ્યુશન ક્લાસીસમાં ભણી હતી. હાલ તે સૂ-રત ની એક જાણીતી જ્વેલરી કંપનીમાં નોકરી કરે છે.આરોપી શિક્ષકને વિદ્યાર્થી-ની પ્રત્યે એકતરફી આકર્ષણ હતું. વિદ્યાર્થી-ની એ તેની ભાવનાને કોઈ પ્રતિસાદ ન આપતાં શિક્ષકે હેરાનગતિનો રસ્તો અપનાવ્યો.
ગ્રુપમાં વિદ્યાર્થી-ની ના મોર્ફ કરેલા અશ્લીલ ફોટો અપલોડ કર્યા
આરોપીએ વિદ્યાર્થી-ની ના નામે ઈન્સ્ટાગ્રામ પર બે ફેક આઈડી બનાવી. આ આઈડીની પ્રોફાઈલ પર વિદ્યાર્થી-ની નો અસલ ફોટો મૂક્યો જેથી કોઈને પણ શંકા ન આવે કે તે નકલી એકાઉન્ટ (Fake account) છે. આ ઉપરાંત વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને વોટ્સએપ પરથી વિદ્યાર્થી-ની ને સતત મેસેજ કરતો રહ્યો.આરોપીએ વિદ્યાર્થી-ની અને તેના પરિવારજનો તથા સગાઓને એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યા. આ ગ્રુપમાં તેણે વિદ્યાર્થી-ની ના ચહેરાને મોર્ફ (એડિટ) કરીને બનાવેલા અત્યંત અશ્લીલ અને અભદ્ર ફોટા અપલોડ કર્યા. આ કૃત્યથી યુવતી તેમજ તેનો પરિવાર માનસિક રીતે હેરાન પરેશાન થઈ ગયો હતો.પરિવારની ઈજ્જત પર આંચ આવે તેવો આખો પ્રયાસ આરોપીએ કર્યો હતો.
એક તરફી પ્રેમમાં પાગલ શિક્ષકે વિધાર્થિ-ની ને હેરાન કરવાનું શરૂ કર્યું
વિદ્યાર્થી-ની એ આ મામલે સૌ પ્રથમ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને કેસ સૂરત ના સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવ્યો. સાયબર સેલના પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમે તપાસ હાથ ધરી અને ટેક્નિકલ એનાલિસિસ તથા ડીજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપી શિ-ક્ષક ની ઓળખ નક્કી કરી.છેવટે શુક્રવારે રાત્રે સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડીને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ તથા અન્ય ડિજિટલ સાધનો કબ્જે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં 5 વર્ષનું બાળક બન્યું શ્વાનોના ટોળાનો ભોગ, કર્યો જીવલેણ હુમલો
આ પણ વાંચો:સુરતમાં 16 લોકો લિફ્ટમાં ફસાયા, ફાયર બ્રિગેડે બચાવ્યા

