વારાણસી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં એક નિર્માણધીન પુલનો એક હિસ્સો તૂટી પડવાની એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ૧૮ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે તેમજ ૫૦થી વધુ લોકો હજી પણ આ પુલ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જયારે રાહત અને બચાવની કાર્યવાહી દરમિયાન ૩ લોકોને કાટમાળમાંથી જીવતા કાઢવામાં આવ્યા છે.
UPDATE: 18 deaths recorded till now in Varanasi under-construction flyover collapse incident. Death toll expected to rise. pic.twitter.com/WeLjUNWiMV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
કાટમાળમાં હજી પણ લોકો ફસાયા હોવાની આશંકા
આ ફ્લાઈઓવરનું નિર્માણ કેંટ રેલ્વે સ્ટેશન પાસે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ મંગળવાર સાંજે અચાનક આ પુલનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો હતો. પુલનો એક ભાગ તૂટી પડવાના કારણે તેના કાટમાળની નીચે કાર, ઑટો અને દ્વિચક્રી વાહનો અને ગાડીઓ સહિત કેટલાંય વાહન દબાયેલા છે, જેમાં કેટલાક લોકો પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ કારણે મૃત્યુઆંક હજી પણ આગળ વધી શકે છે.
આ દુઃખદ ઘટના અંગે CM યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક
UP CM Yogi Adityanath has left to meet the victims of Varanasi under-construction flyover collapse incident. He will also visit the site of the incident.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
વારાણસીમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક જતાવ્યો છે તેમજ આ માટે હરસંભવ મદદ પહોચાડવાનો ભરોષો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત યોગી આદિત્યનાથ લખનઉથી વારાણસી જવા માટે રવાના પણ થઇ ચુક્યા છે.
રાહત અને બચાવ કાર્યમાં લગાડવામાં આવી NDRFની ૭ ટીમ
#UPDATE: 7 National Disaster Response Force teams of around 325 men deployed for relief operations at the site of Varanasi under-construction flyover collapse incident. 16 bodies recovered till now. Death toll expected to rise. Rescue operations underway. pic.twitter.com/w3Xp5BHSR4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
આ ગંભીર ઘટનાને લઇ રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે અને NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ફ્લાઈઓવરનો એક ભાગ પડ્યા બાદ તેની નીચે ફસાયેલા ઘાયલોને બહાર કાઢવા માટે NDRFની ૭ ટીમો લગાડવામાં આવી છે. અંદાજે ૩૨૫ રાહતકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. આ ઉપરાંત પિલરને હટાવવા માટે NHAIની ક્રેન પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
મૃત્યુઆંક હજી વધી છે આગળ
રાહત અને બચાવ કાર્યમાં લાગેલી NDRFની ટીમના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં ૧૮ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી ચુક્યા છે તેમજ મૃત્યુઆંકનો આકંડો આગળ પણ વધી શકે છે. આ ઉપરાંત ઘાયલ થયેલા ૬ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના માટે જે દોષિત હશે તેને છોડવામાં આવશે નહિ : ડેપ્યુટી CM
This is a very unfortunate incident & I'm deeply saddened by it. I'm going to meet the injured in the hospital. Culprits will not be spared. Will setup a committee to look into the matter: Keshav Prasad Maurya, Deputy CM on Varanasi under-construction flyover collapse incident pic.twitter.com/rHwDDDeHzx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે અને તેઓએ આ ઘટનાની તપાસ માટે એક કમિટીનું પણ ગઠન કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટના માટે જે પણ વ્યક્તિ દોષિત હશે તેને છોડવામાં આવશે નહિ.
મૃતકોના પરિવારજનોને આપવામાં આવશે ૫-૫ લાખ રૂપિયાની મદદ
5 teams of NDRF (250 jawans) with full equipment rushed to the spot of accident, in Varanasi. Compensation of Rs 5 lakh for kin of those dead and Rs 2 lakh for seriously injured in the incident: UP CM Yogi Adityanath pic.twitter.com/d5DHfEiq0a
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયા અને ગંભીરરૂપથી ઘાયલ થયેલા વ્યક્તિઓને ૨-૨ lakh રૂપિયાની મદદ આપવાનું જણાવ્યું છે. તેમજ આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કરવા માટે પણ આદેશ આપ્યો છે. આ ગઠિત કમિટીને આ ઘટના અંગે ૪૮ કલાકમાં રિપોર્ટ આપવાનો રહેશે.
I express grief over the incident, my condolence with the affected families. I have sent Dy CM & minister Neelkanth Tiwari to the spot. Formed committee to look into the incident, report to come in 48 hours: UP CM on under-construction flyover collapse in Varanasi's Cantt pic.twitter.com/8VPs13WpfP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2018
પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને કર્યો શોક
I spoke to UP CM Yogi Adityanath Ji regarding the situation due to the collapse of an under-construction flyover in Varanasi. The UP Government is monitoring the situation very closely and is working on the ground to assist the affected, tweets PM Modi
— ANI (@ANI) May 15, 2018
પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં બનેલી આ દુઃખદ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “તેઓએ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરીને પીડિતોને હરસંભવ મદદ પહોચાડવા માટે આદેશ આપ્યો છે તેમજ CM યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત થઇ છે અને રાજ્ય સરકાર આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે”.
