Not Set/ IPL 2018 : ચાઈનામેનની ગુગલીમાં ફસાયું રાજસ્થાન, KKRની ટીમે ૪ વિકેટે મેળવી શાનદાર જીત

કલકત્તા, કલકતાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૪૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૮ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો સાતમો વિજય હાંસલ કર્યો હતો. The @KKRiders move to the third spot in the #VIVOIPL Points […]

Top Stories Sports
  • કલકત્તા,

કલકતાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૪૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૮ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો સાતમો વિજય હાંસલ કર્યો હતો.

KKRના રોમાંચાક વિજયના હિરો ઓપનર બેટ્સમેન ક્રિશ લીન, સ્પિન બોલર કુલદીપ યાદવ અને કેપ્ટન દિનેશ કાર્તિક રહ્યા હતા, પરંતુ ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવની શાનદાર બોલિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.  યાદવે ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપી ૪ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ૧૯ ઓવરમાં ૧૪૨ રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા RRની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠી અને વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરની જોડીએ માત્ર ૪.૫ ઓવરમાં ૬૩ રનની ભાગીદારી નોધાવી હતી.

રાહુલ ત્રિપાઠીએ ૧૫ બોલમાં ૨૭ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે ઇનફોર્મ બેટ્સમેન બટલર માત્ર ૨૨ બોલમાં ૫ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૩૯ રન બનાવી સ્પિન બોલર કુલદીપ યાદવનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન અજીક્ન્ય રહાણે માત્ર ૧૧ ને ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ પણ માત્ર ૧૧ રન બનાવી આઉટ થયા હતા. જયારે ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં જયદેવ ઉનડકટે ૧૮ બોલમાં ૨૬ રન ફટકાર્યા હતા. આ સિવાય ચાઈનામેન બોલર કુલદીપ યાદવની ઘાતક બોલિંગ સામે RRનો કોઈ ખેલાડી ટકી શક્યા ન હતા અને પૂરી ટીમ માત્ર ૧૪૨ રનમાં પેવેલિયનમાં ભેગી થઇ હતી. KKR તરફથી કુલદીપ યાદવે ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપી સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન દ્વારા આપવામાં આવેલા ૧૪૩ રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૮ ઓવરમાં ૪ વિકેટે વટાવી વિજય પોતાના નામે કર્યો હતો. ૧૪૩ રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા તરફથી ઓપનર બેટ્સમેન સુનિલ નરેને માત્ર ૭ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા. નરેનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા રોબિન ઉથ્થપા માત્ર ૪ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

બીજી બાજુ ક્રિશ લીને એક છેડો સાચવી રાખી ૪૨ બોલમાં ૪૫ રન ફટકાર્યા હતા જયારે નીતિશ રાનાએ ૧૭ બોલમાં ૨૧ રન બાનાવી બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિકે ૩૧ બોલમાં ૫ ચોક્કા અને ૧ સિક્સર સાથે ૪૧ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને વિજય સુધી પહોચાડી હતી. RR તરફથી ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.