Not Set/ કચ્છ : નખત્રાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત

કચ્છનાં નખત્રાણા તાલુકાનાં મથલ ગામ પાસે ટોડીયા ફાટકથી થોડે દુર એક ટ્રેલર અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ચાર સભ્યોમાંથી ત્રણ મહિલાઓ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં રામુબેન પરમાર(ઉ.વ. 40), જ્યોતિબેન પરમાર(ઉ.વ.20), હીરુબેન પરમાર(ઉ.વ.35) અને શંભુભાઈ પરમાર(ઉ.વ.20) નો સમાવેશ થાય […]

Top Stories Gujarat Others

કચ્છનાં નખત્રાણા તાલુકાનાં મથલ ગામ પાસે ટોડીયા ફાટકથી થોડે દુર એક ટ્રેલર અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ચાર સભ્યોમાંથી ત્રણ મહિલાઓ હોવાનું સામે આવી રહ્યું છે.

મૃતકોમાં રામુબેન પરમાર(ઉ.વ. 40), જ્યોતિબેન પરમાર(ઉ.વ.20), હીરુબેન પરમાર(ઉ.વ.35) અને શંભુભાઈ પરમાર(ઉ.વ.20) નો સમાવેશ થાય છે. તો પરિવારનાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઇ છે. તેને 108 મારફતે નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

કચ્છનાં નખત્રાણાનાં ટોડીયા ફાટકથી થોડેક દૂર માતાનાં મઢ તરફ જતા રસ્તે મોડી બપોરે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતક પરિવાર ભુજનાં રામનગરી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે રહેતા હોવાનું સામે આવી રહ્યું છે. અને તમામ દુર્ભાગી મૃતકો એક જ પરિવારના સભ્ય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો