Gujarat Politics News: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં સંગઠનાત્મક મુદ્દાઓને લઈને ફરી એકવાર આંતરિક અસંતોષ (Gujarat Congress Internal Dispute) સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો, કેટલાક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરીને સંગઠનની કાર્યપદ્ધતિ અને તાજેતરની નિમણૂકો અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સંગઠનના મુદ્દે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં થયેલી નિમણૂકો અને જિલ્લા સ્તરે પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ અંગે અસંતોષ (Gujarat Congress Internal Dispute) વ્યક્ત કરી રહ્યા હતા.આ મુદ્દાઓને લઈને હવે નેતાઓએ સીધા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવાનો માર્ગ અપનાવ્યો છે.
Gujarat Congress Internal Dispute: ઉત્તર ગુજરાતના અનેક નેતાઓ દિલ્હીમાં
માહિતી અનુસાર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો દિલ્હીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા.આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor)ની હાજરી પણ નોંધપાત્ર માનવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાતની તૈયારી
સૂત્રોના જણાવ્યા મુજબ, અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ (K.C. Venugopal) સાથે પણ બેઠક કરવાની તૈયારીમાં છે.સાથે જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત માટે પણ સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેથી ગુજરાત કોંગ્રેસના સંગઠનાત્મક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે.
અગાઉ પણ ઉઠ્યા હતા અસંતોષના સૂર
ગુજરાત કોંગ્રેસમાં અગાઉ પણ સંગઠનના પદોની ફાળવણી, જિલ્લા સ્તરે પ્રતિનિધિત્વ અને સંગઠનના નિર્ણયોને લઈને અલગ-અલગ સ્તરે અસંતોષ (Gujarat Congress Internal Dispute) વ્યક્ત કરવામાં આવ્યો હતો.હવે ઉત્તર ગુજરાતના આગેવાનો દ્વારા સીધા હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત થતાં આ મુદ્દો વધુ મહત્વનો બન્યો છે.
આગામી રાજકીય અસર પર નજર
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો સંગઠનના પ્રશ્નોનો સમયસર ઉકેલ નહીં આવે તો તેની અસર પક્ષના આંતરિક સમન્વય અને આગામી રાજકીય વ્યૂહરચના પર પડી શકે છે.જોકે, આ મુદ્દે કોંગ્રેસના સત્તાવાર પ્રતિસાદ અને હાઈકમાન્ડના નિર્ણય પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:પાટણમાં કોંગ્રેસ આંતરિક વિવાદનો અંત! જીગ્નેશ મેવાણી સામેનું પુતળા દહન મુલતવી
આ પણ વાંચો:મારી સામે રચાયેલા કાવતરાના કારણે કોંગ્રેસ પ્રમુખ ન બની શક્યોઃ અશોક ગેહલોતનો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો:દહેગામ કોંગ્રેસમાં સન્નાટો! પાલિકા ચૂંટણીમાં હાર બાદ બાદ શહેર પ્રમુખે છોડ્યું પદ
