Panchmahal News/ પંચમહાલ ડેરીની ચૂંટણી 20 સપ્ટેમ્બરે યોજાશે, 31 ઉમેદવારી ફોર્મ ભરાયા

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ એટલે કે 10 સપ્ટેમ્બર પછી જ વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાશે.

Top Stories Gujarat Breaking News

Panchmahal News:પશુપાલકો (Pastoralists) માટે સારા સમાચાર સામે આવ્યા છે.મહિસાગર,દાહોદ તેમજ પંચમહાલ જિલ્લાના લાખો પશુપાલકોની આજીવિકાનો આધાર એવી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ડિરેક્ટર બોર્ડની ચૂંટણી 20 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ સાથેજ અત્યાર સુધીમાં કુલ 31 ઉમેદવારીપત્રો ભરાયા છે.જેમાં ડેરીના વર્તમાન ચેરમેન અને અનિયદ જૂથના શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ઉમેદવારીપત્ર ભર્યુ છે.

આપને જણાવી દઈએ ચૂંટણી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોણ બાજી મારશે તે ખબર પડશે.જોકે, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ એટલે કે 10 સપ્ટેમ્બર પછી જ વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં, ડેરીની બધી બેઠકો પર બિનહરીફ ચૂંટણી થવાની શક્યતા છે.

જેઠાભાઈ ભરવાડના નેતૃત્વમાં વર્તમાન ડિરેક્ટર બોર્ડે કોઈપણ વિવાદ વિના સફળતાપૂર્વક પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેથી, સભ્યોના હિતમાં અને ડેરીમાં સુશાસન માટે લેવામાં આવેલા નિર્ણયોથી ચૂંટણીમાં સર્વસંમતિ થવાની શક્યતાઓ મજબૂત બની છે. પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના હજારો પશુપાલકો માટે આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે. ડેરીનું નવું સંચાલન મંડળ પશુપાલકો અને ડેરીના હિતમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ, રસ્તા બન્યા તળાવ, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ

આ પણ વાંચો:પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!

આ પણ વાંચો:પંચમહાલ : હાલોલમાં માર્ગ મકાન વિભાગે બનાવેલ રોડ તૂટ્યો