Big Breaking/ પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!

સુત્રો અનુસાર  મિતલ પટેલ  રોજની જેમ ગામના ચોકમાં બેઠા હતા, ત્યારે અચાનક બાઇક પર આવેલા ઇસમે તેમના તરફ તોફાની અંદાજમાં ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો.

Top Stories Gujarat Others Breaking News Uncategorized

Big Breaking News:પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામમાં આજે ભયજનક ઘટનામાં ગામના ડેપ્યુટી સરપંચ મિતલ પટેલ પર બાઇક સવાર શખ્સે ફાયરિંગ કર્યું. સુત્રો અનુસાર  મિતલ પટેલ  રોજની જેમ ગામના ચોકમાં બેઠા હતા, ત્યારે અચાનક બાઇક પર આવેલા ઇસમે તેમના તરફ તોફાની અંદાજમાં ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો.

આ અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગામના લોકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે અને બાળકો તેમજ મહિલાઓમાં ભારે ભય જોવા મળ્યો છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો અને  સુરક્ષાની દૃષ્ટિએ તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ ખંગાળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી હુમલાખોરની ઓળખ કરી શકાય. પોલીસ તપાસના ધમધમાટમાં અત્યાર  સુધી કોઈ  શખ્સની ઓળખ થતી નથી.

પોલીસ દ્વારા હુમલાની પાછળના કારણો અને સંદિગ્ધોની ઓળખ કરવા માટે ગામના વિટનેસ તથા મિતલ પટેલના સામાજિક અને રાજકીય સંપર્કો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કવાંટ ખાતે ભરાયો વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો, ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓ મેળામાં કરે છે પરંપરાગત નૃત્ય

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા

આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા