કોરોનાનાં કહેરને કારણે ગુજરાતના ડાયમંડ સિટી સુરતની સુરત બદસુરત બની રહી છે. પાછલા અનેક દિવસોથી સુરત કોરોના મામલે અમદાવાદની પ્રતિયોગીતામાં હોય તેવી રીતે કોરોના સંક્રમણનાં આંકડા વધતા સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે અને અનેક રીતે કોરોનાનાં સંક્રમણને રાકવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોરોના તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ કોશિશો ન કામ કરી દેતું હોય તેવી તીવ્રગતીથી ફેલાઇ રહ્યો છે, ત્યારે સુરત મનપા હવે ટેસ્ટિંગ બાબતે આકરાપાણીએ જોવામાં આવી રહ્યું છે.
કોરોના સામેની લડાઇમાં મનપા દ્વારા શહેરમાં ટેસ્ટિંગ વધારાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કામદારોના ટેસ્ટિંગ માટે મનપા સેન્ટરો શરૂ કરશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. સુરતમાં કોરોના હોટસ્પોટ સમા પાંડેસરા, કતારગામ અને સચિન GIDCમાં મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ સેન્ટરો બનાવાશે. ડાયમંડ અને ટેક્સટાઇલ કામદારોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે. કારખાનાની નજીકમાં સુવિધા ઉભી કરવા મનપાએ તૈયારી કરી લીધી છે. બહારગામથી આવતા શ્રમિકોના ટેસ્ટ કરાવવા માટે આ સુવિધાથી સુલભતા રહેશે અને કોરોના સામેની લડાઇમાં વેગ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
