Surendranagar News/ સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ! કોઝવે બંધ, પોલીસ મથકમાં પાણી, અનેક ગામો બેટમાં ફેરવાયા; જનજીવન અસ્તવ્યસ્ત

Surendranagar Flood: ભારે વરસાદથી ભોગાવો નદીમાં પાણી વધતાં કોઝવે બંધ કરાયો, વઢવાણ પોલીસ મથકમાં પાણી ઘૂસ્યા અને સદાદ-દેદાદરા સહિત અનેક ગામો બેટમાં ફેરવાયા. જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં રાહત કામગીરી કરી રહ્યું છે.

Gujarat Top Stories Others
Surendranagar Flood: વરસાદથી પાણી પાણી

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ધોધમાર વરસાદે (Surendranagar Flood) જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નદીઓમાં નવા નીરની આવક વધતા ડેમો ઓવરફ્લો થયા છે, અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર (Heavy Rain) જેવી સ્થિતિ સર્જાઈ છે. વઢવાણથી લઈને સદાદ અને દેદાદરા ગામ સુધી વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે, જ્યારે તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.

Surendranagar Flood: ભોગાવો નદીમાં પાણી વધતાં કોઝવે બંધ

ધોળીધજા (Dholidhaja Dam) અને નાયકા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં (Bhogavo River) મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે સુરેન્દ્રનગર અને જોરાવનગરને જોડતો કોઝવે સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જાતે સ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તંત્રે વાહનચાલકોને જોખમી માર્ગો પર અવરજવર ન કરવા અપીલ કરી છે.

વઢવાણ પોલીસ મથકમાં પાણી ઘૂસ્યા

અવિરત વરસાદના કારણે વઢવાણ પોલીસ મથકમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. પોલીસ મથકની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ અને ફરિયાદ લઈને આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે.

Surendranagar Flood: વરસાદથી પાણી પાણી

સદાદ ગામ ફરી સંપર્કવિહોણું બન્યું

ઉમઈ નદીમાં આવેલા પૂર બાદ સદાદ ગામ ફરી એકવાર પાણીથી ઘેરાઈ ગયું છે. ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં સમગ્ર ગામનો સંપર્ક તૂટી ગયો છે. નદીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

દેદાદરા ગામ બેટમાં ફેરવાયું, તંત્ર મદદે પહોંચ્યું

Surendranagar Flood: વરસાદથી પાણી પાણી

ભારે વરસાદના કારણે દેદાદરા ગામમાં પણ કેડસમા પાણી ભરાઈ જતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ગ્રામજનોને તાત્કાલિક રાહત મળે તે માટે સરપંચ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પાણીનો નિકાલ કરવા જિલ્લા તંત્રની ટીમો ગામે પહોંચી કામગીરી હાથ ધરી રહી છે.

તંત્ર એલર્ટ, લોકોને સાવચેત રહેવાની અપીલ

હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદી-નાળા અને કોઝવે નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: વાંકાનેરના કોટડા નાયણીમાં કોઝવે પર રિક્ષા તણાઈ, પિતાનું મોત; 7 વર્ષના પુત્રની શોધખોળ યથાવત

આ પણ વાંચો: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર, ક્યાંક જળબંબાકાર તો ક્યાંક ડેમમાં નવા નીરથી ખેડૂતો ખુશ

આ પણ વાંચો: વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ પર ઔરંગા નદીના કોઝવેનું યુદ્ધના ધોરણે સમારકામ, 10 ટીમો કાર્યરત