Surat News/ ખંડણી કેસ બાદ જય ડાંગરની મુશ્કેલી વધી, પત્નીએ નોંધાવી દહેજ અને ઘરેલુ હિંસાની ફરિયાદ

Jay Dangar: સુરતમાં રૂ.10 કરોડના ખંડણી કેસના આરોપી જય ડાંગર સામે હવે પત્નીએ દહેજની માંગણી, ઘરેલુ હિંસા અને માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. સસરા અને દિયર સામે પણ ગુનો નોંધાયો..જાણો સમગ્ર મામલો

Top Stories Gujarat Surat
Jay Dangar ખંડણી કેસથી જેલ સુધી

Surat News: સુરતના બહુચર્ચિત રૂ.10 કરોડની ખંડણી (Extortion Case) અને બ્લેકમેઇલિંગ કેસમાં આરોપી બનેલા જય ડાંગર (Jay Dangar) સામે હવે વધુ એક ગંભીર કેસ નોંધાયો છે. જેલવાસ બાદ ફરી ચર્ચામાં આવેલા જય ડાંગર વિરુદ્ધ તેની પત્નીએ દહેજની માંગણી, શારીરિક-માનસિક ત્રાસ અને ઘરેથી કાઢી મૂકવાના આક્ષેપો સાથે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીએ સસરા અને દિયર સામે પણ કૌટુંબિક હિંસા અને ત્રાસના ગંભીર આરોપ લગાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Jay Dangar: સસરા અને દિયર સામે પણ ગંભીર આક્ષેપ

પીડિતાના જણાવ્યા અનુસાર, સસરા કરશન ડાંગર પણ સતત તેના પર (Domestic Violence Case) દબાણ કરતા હતા, જ્યારે દિયર હર્ષ ડાંગર દારૂના નશામાં ઘરે આવી ઝઘડા કરતો અને ત્રાસ આપતો હતો. ફરિયાદમાં સમગ્ર પરિવાર દ્વારા હેરાનગતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Jay Dangar ખંડણી કેસથી જેલ સુધી

5 વર્ષના પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો આરોપ

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જય ડાંગર અને તેના પરિવારજનોએ પત્ની પર છૂટાછેડા માટે દબાણ કર્યું(Dowry Harassment)  હતું. વિરોધ કરતાં તેને તેના પાંચ વર્ષના પુત્ર સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ પીડિતા પોતાના માતા-પિતાના ઘરે રહેવા મજબૂર બની હતી અને આખરે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો

અડાજણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ દહેજ પ્રતિબંધક અધિનિયમ, 1961 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રૂ.10 કરોડના ખંડણી કેસમાં પહેલેથી જ આરોપી

ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2025માં જય ડાંગર સામે પોતાના જ કાકાસસરાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.10 કરોડની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ હાઈપ્રોફાઇલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે ચર્ચામાં આવ્યો હતો.

રાજકીય જોડાણના દાવા પણ ચર્ચામાં

જય ડાંગરે અગાઉ પોતે સુરતના સાંસદની ઓફિસ સાથે સંકળાયેલો હોવાનો તેમજ પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચારમાં કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, હાલ નોંધાયેલી નવી ફરિયાદ ઘરેલુ હિંસા અને દહેજ સંબંધિત આરોપોને લઈને છે. પોલીસે તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: માલીમાં અપહરણ બાદ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ધીરૂ રામાણી મુક્ત, ₹44 કરોડની ખંડણી ચૂકવાઈ હોવાનો દાવો

આ પણ વાંચો: સુરતમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે ખંડણી માંગનાર જીમ ટ્રેનર ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં ખંડણી કરીને ધમકી આપતા રામ ધડુક વિરુદ્ધ ફરિયાદ દાખલ