Not Set/ બનાસકાંઠામાં તીડને ભગાડવા માટે ખેડૂતે કર્યો અનોખો પ્રયાસ

બનાસકાંઠામાં તીડનાં ત્રાસથી ખેડૂતો ઘણા પરેશાન થઇ ગયા છે. તે એક મોટી સંખ્યામાં આવી ખેતરનાં ઉભા પાકને ભારે નુકસાન કરે છે, જેનાથી પરેશાન થયેલા ખેડૂતો હવે પોતાના ઉભા પાકને બચવવા માટે એક ખાસ યુક્તિ લઇને આવ્યા છે. ખેતરનાં ઉભા પાકને બચાવવા અને તીડને ભગાડવા માટે એક અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમા ખેતરમાં મંડપ ઢાંકીને […]

Gujarat Others

બનાસકાંઠામાં તીડનાં ત્રાસથી ખેડૂતો ઘણા પરેશાન થઇ ગયા છે. તે એક મોટી સંખ્યામાં આવી ખેતરનાં ઉભા પાકને ભારે નુકસાન કરે છે, જેનાથી પરેશાન થયેલા ખેડૂતો હવે પોતાના ઉભા પાકને બચવવા માટે એક ખાસ યુક્તિ લઇને આવ્યા છે.

ખેતરનાં ઉભા પાકને બચાવવા અને તીડને ભગાડવા માટે એક અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમા ખેતરમાં મંડપ ઢાંકીને તીડથી બચવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. આ અનોખો પ્રયાસ વાવનાં રતનગઢનાં ખેડૂતે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખેડૂતો દ્વારા પોતાના ખેતરનાં ઉભા પાકને બચાવવા માટેનાં ઘણા ઉપાયો કરી ચુક્યા છે પરંતુ તીડનાં ત્રાસથી તેમને છુટકારો મળી શક્યો નહતો. ક્યારેક થાળી વગાડીને તો ક્યારેક ઢોલ નગારા વગાડીને તીડને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવી ચુક્યા છે પરંતુ તે બધા જ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.