Rajkot News/ રાજકોટના કોઠારિયામાં રસ્તા મુદ્દે મહિલાઓનો આક્રોશ, થાળી-વાટકા વગાડી તંત્ર સામે કર્યો વિરોધ

રાજકોટના કોઠારિયાની ઋષિપ્રસાદ સોસાયટીમાં રોડ-રસ્તા (Rajkot Road Problem)ની સમસ્યાને લઈને મહિલાઓએ થાળી-વાટકા વગાડી વિરોધ કર્યો. 15 વર્ષથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Road Problem: કપચી પાથરી ભૂલી ગયું તંત્ર? રાજકોટની સોસાયટીમાં રોડ માટે ઉગ્ર આંદોલન

Rajkot News: રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારમાં રોડ-રસ્તા (Rajkot Road Problem)ની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઋષિપ્રસાદ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને હાથમાં થાળી-વાટકા વગાડી મહાનગરપાલિકાના તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા 15 વર્ષથી રોડ, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે મહિલાઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો.

500 મકાનોમાં 3000થી વધુ લોકો મુશ્કેલીમાં હોવાનો દાવો

કોઠારિયાની ઋષિપ્રસાદ સોસાયટીમાં અંદાજે 500 જેટલા મકાનો આવેલા છે, જેમાં 3000થી વધુ લોકો વસવાટ કરતા હોવાનો સ્થાનિકોનો દાવો છે.રહીશોનું કહેવું છે કે, તેઓ નિયમિત રીતે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો ચૂકવે છે, છતાં તેમને યોગ્ય રોડ (Rajkot Road Problem) સહિતની સુવિધાઓ મળી રહી નથી.

Rajkot Road Problem
Rajkot Road Problem

Rajkot Road Problem: બે વર્ષ પહેલાં કપચી પાથરી કામ અધૂરું છોડ્યાનો આક્ષેપ

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ પહેલાં રસ્તા બનાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે મોટી કપચી (મેટલ) પાથરવામાં આવી હતી.તે સમયે ટૂંક સમયમાં ડામર રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ બે વર્ષ વીતી ગયા હોવા છતાં રોડ (Rajkot Road Problem)નું કામ પૂર્ણ થયું નથી. હાલ પાથરવામાં આવેલી કપચી પણ ધૂળમાં ભળી ગઈ હોવાનો રહીશોનો આક્ષેપ છે.

ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાથી મુશ્કેલી

સ્થાનિકોનું કહેવું છે કે, વરસાદની ઋતુમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. રસ્તા પર ખાડા અને પાણી ભરાવાના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે.રહીશોનો આક્ષેપ છે કે, ભારે વરસાદ સમયે સોસાયટીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.

Rajkot Road Problem
Rajkot Road Problem

મહિલાઓએ વ્યક્ત કર્યો આક્રોશ

સ્થાનિક મહિલા દેવુબેને જણાવ્યું હતું કે, સોસાયટીમાં વર્ષોથી રસ્તા, પાણી અને લાઈટની સમસ્યા છે. વરસાદ સમયે પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અન્ય મહિલા ભૂમિબેન સેજપાલે જણાવ્યું હતું કે, રસ્તાની હાલત એટલી ખરાબ છે કે બાળકોને બહાર રમવા મોકલવામાં પણ ડર લાગે છે. ખાડા અને ગંદા પાણીના કારણે અકસ્માતનો ભય રહે છે.

અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં મળ્યાનો આરોપ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેમણે કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. જોકે, રોડ બનાવવાના બદલે માત્ર વાયદા આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.રહીશોનું કહેવું છે કે, ડામર રોડ (Rajkot Road Problem) નહીં બનતા અંતે મહિલાઓએ થાળી-વાટકા વગાડી વિરોધ કરવાની ફરજ પડી છે.

હવે તંત્ર ક્યારે જાગશે?

ચોમાસાની વચ્ચે રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓના વિરોધ બાદ મહાનગરપાલિકા દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:ટંકારાની લજાઈ ચોકડી પાસે રસ્તા મુદ્દે ચક્કાજામ

આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ ટેક્સના મુદ્દે અસમંજસ

આ પણ વાંચો:રાજયમાં વરસાદ અને પૂર પછી રસ્તાઓ પૂર્વવત્ બનાવવા યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે પગલાં