sports news/ CWG 2026 : દિલીપ ગાવિતના ગોલ્ડ બાદ ભારત 8મા સ્થાને, જાણો કોને જીત્યા કયા મેડલ

India Medal Tally: કોમનવેલ્થ ગેમ્સ 2026ના સાતમા દિવસે દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મુરલી શ્રીશંકરે સિલ્વર જીતતા ભારતનો કુલ મેડલ આંક 15 થયો. જાણો મેડલ ટેલીમાં ભારતનું સ્થાન અને તમામ ગોલ્ડ વિજેતાઓ.

Top Stories Trending Sports
India Medal Tally: 15 મેડલ સાથે 8મા સ્થાને

CWG 2026 Medal Tally: ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સાતમા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. પેરા-એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે ( Dilip Mahadu Gavit) ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ (India Medal Tally) જીત્યો, જ્યારે લાંબી કૂદમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ ઉપરાંત ભારતીય બોક્સરોએ સેમિફાઇનલમાં સ્થાન મેળવી ઓછામાં ઓછા 10 મેડલ નિશ્ચિત કર્યા છે. આ પ્રદર્શન બાદ ભારતનો કુલ મેડલ આંક 15 પર પહોંચી ગયો છે.

India Medal Tally: 15 મેડલ સાથે 8મા સ્થાને

India Medal Tally: મેડલ ટેલીમાં ભારત 8મા સ્થાને

India Medal Tally: 15 મેડલ સાથે 8મા સ્થાને India Medal Tally: 15 મેડલ સાથે 8મા સ્થાને

સાત દિવસના અંતે ભારતના ખાતામાં કુલ 15 મેડલ છે, જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં આઠમા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયાનું યથાવત પ્રભુત્વ

મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 47 ગોલ્ડ, 21 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કેનેડા 39 મેડલ (14 ગોલ્ડ, 11 સિલ્વર, 14 બ્રોન્ઝ) સાથે બીજા સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડ 56 કુલ મેડલ હોવા છતાં 12 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને છે. યજમાન સ્કોટલેન્ડ 23 મેડલ સાથે ચોથા ક્રમે છે. ત્યારબાદ નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા અને મલેશિયા અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે. ભારત આઠમા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ અને જમૈકા ટોપ-10 પૂર્ણ કરે છે.

ભારતના ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા

ભારતના અત્યાર સુધીના ત્રણ ગોલ્ડ મેડલ અલગ-અલગ રમતોમાંથી આવ્યા છે:

મીરાબાઈ ચાનુ – મહિલા 48 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ
શર્મિલા ધનખર – પેરા એથ્લેટિક્સ, મહિલા શોટ પુટ F57
દિલીપ મહાદુ ગાવિત – પેરા એથ્લેટિક્સ, પુરુષોની 100 મીટર T47
મુરલી શ્રીશંકરનો સતત બીજો કોમનવેલ્થ મેડલ

ભારતના (Glasgow 2026) સ્ટાર લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતીને સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું છે. તેમનું આ પ્રદર્શન ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે.

આગામી દિવસોમાં વધુ મેડલની આશા

ભારત પાસે આગામી દિવસોમાં એથ્લેટિક્સ, વેઈટલિફ્ટિંગ અને બોક્સિંગમાં વધુ મેડલ જીતવાની તક છે. ખાસ કરીને બોક્સિંગમાં અનેક ભારતીય ખેલાડીઓ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા હોવાથી ભારતના મેડલ આંકમાં નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ

આ પણ વાંચો: CWG 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો વધુ એક સિલ્વર, વેઇટલિફ્ટિંગમાં કુલ 199 કિગ્રા વજન ઉપાડ્યું