દર્દનાક અકસ્માત/ ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત

આજે સમગ્ર દેશ દશેરાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આવામાં એક પછી એક દુર્ઘટનાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મોરબી અને અરવલ્લીમાં અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

Top Stories Gujarat Others

આજે સમગ્ર દેશ દશેરાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આવામાં એક પછી એક દુર્ઘટનાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મોરબી અને અરવલ્લીમાં અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.મોરબીના મિતાણા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. કાર ઝાડ સાથે અથડાતા બેના મોત અને બે ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટથી મોરબી તરફ કાર જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મૂર્તક બંને યુવાનોનો મોરબીના રહેવાસીઓ છે.

આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને રાજકોટ સારવાર માટે ખસેડવવામાં આવ્યા છે. મૂર્તક યુવાનના નામ રોહિત કોળી અને જય ચાવડા છે. ઇજાગ્રસ્ત યુવાનોના નામમાં રૂપેશ ધોળકિયા, ગોપલ અગેચણિયા છે.

તો બીજીબાજુ અરવલ્લી: ભિલોડાના ઝીંઝોળી પાસે અકસ્માત સર્જાયો છે. જીવલેણ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બાઇકચાલક અને રીક્ષાચાલકના મોત થયા હોવાનું સામે આવ્યું છે.રીક્ષામાં સવાર અન્ય મુસાફરો પણ ઇજાગ્રસ્તથયા છે. ઇજાગ્રસ્તોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજીબાજુ ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજા કરીને વિજયાદશમીની સર્વે નાગરિકોને શુભકામનાઓ પાઠવી

આ પણ વાંચો:વિજ્યાદસમી નિમિત્તે સુરતમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રપૂજા કરી,કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો