Narmada News: નર્મદા જિલ્લામાં જંગલની જમીન (Narmada Forest Land Dispute) પર ખેડાણના મુદ્દે તણાવની સ્થિતિ સર્જાઈ છે. ખોપી અને હલગામ વિસ્તારમાં ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે વિવાદ ઉભો થયો છે. સ્થાનિક ગ્રામજનોએ જંગલની જમીન પર ખેડાણ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ખેડાણ અટકાવ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
Narmada Forest Land Disputeછ ખેડાણ અટકાવતા ગ્રામજનોમાં રોષ
મળતી માહિતી મુજબ, ખોપી અને હલગામના કેટલાક ગ્રામજનો જંગલ વિસ્તારમાં આવેલી જમીન (Narmada Forest Land Dispute) પર ખેતી કરવાની તૈયારી કરી રહ્યા હતા.જોકે, વન વિભાગ દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી હતી. વન વિભાગે પોલીસની મદદથી સ્થળ પર બંદોબસ્ત ગોઠવી ખેડાણ શરૂ ન થવા દીધું હતું.
વર્ષોથી ખેતી કરતા હોવાનો ગ્રામજનોનો દાવો
ગ્રામજનોનું કહેવું છે કે, તેઓ આ વિસ્તારમાં વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને આ જમીન (Narmada Forest Land Dispute) સાથે તેમનો જૂનો સંબંધ છે.ખેડાણ અટકાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે વન વિભાગની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.
લીલાબેન સહિત આગેવાનોનો વિરોધ
ખેડાણ અટકાવવાના વિરોધમાં સ્થાનિક આગેવાનો પણ મેદાનમાં આવ્યા હતા. આગેવાન લીલાબેન સહિતના લોકોએ સ્થળ પર વિરોધ નોંધાવ્યો હતો.ગ્રામજનોએ વન વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબૂમાં
જમીન વિવાદને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.હાલ સમગ્ર મામલે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. જમીન (Narmada Forest Land Dispute) મુદ્દે આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં ટૂંક સમયમાં શરૂ થશે જંગલ સફારી, 1200 એકર જમીનમાં બનશે પાર્ક
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ ભાજપ પર આદિવાસીઓની જમીન, જંગલો છીનવી લેવાનો આરોપ લગાવ્યો
