Surat News/ ઉમરપાડાની 500 હેક્ટર જમીન પર 11 વર્ષથી દબાણ, બાળકીની રેપ વિથ મર્ડરની ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ જાગ્યું, ગુજરાતના જંગલમાં મહારાષ્ટ્રના ખેડુતો ખેતી કરતા હતા

જે વિસ્તારમાં બાળકી ગાયો ચરાવવા ગઈ હતી તે વિસ્તાર ગુજરાતનો જંગલ વિસ્તાર છે

Top Stories Gujarat Surat

Surat News : ગુજરાતના ઉમરપાડાના જંગલમાં મહારાષ્ટ્રના ખેડૂતો આવીને ખેતી કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે ઉમરપાડા તાલુકામાં 11 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો બનાવ બનતા વન વિભાગને મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરવા આવતા હોવાની માહિતી મળી હતી.જ્યારે ગામના લોકો અને પોલીસ બાળકીને શોધવા કામે લાગી ત્યારે ખબર પડી કે તેની સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના જ્યાં બની છે ત્યાં મહારાષ્ટ્રથી આવતા ખેડૂતો ખેતી કરી રહ્યા છે.

ગ્રામજનોએ આ અંગે વનવિભાગને જાણકારી આપી અને ત્યારબાદ એક ખાસ ઓપરેશન હેઠળ આ વિસ્તારના એક હજાર હેક્ટર જમીન પર મહારાષ્ટ્રથી આવતા ખેડૂતો દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.23 જૂન 2024ના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વડપાડાના જંગલમાં ડી-કમ્પોઝ હાલતમાં એક મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીરા છે અને તેની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી. સગીરા જંગલમાં ગાયો ચરાવવા માટે ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

આ પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી લીધી હતી, પરંતુ એક મોટો ખુલાસો પણ થયો હતો કે જે વિસ્તારમાં બાળકી ગાયો ચરાવવા ગઈ હતી તે વિસ્તાર ગુજરાતનો જંગલ વિસ્તાર છે પરંતુ અહીં ઘણા વર્ષોથી મહારાષ્ટ્રથી આવતા ખેડૂતો ખેતી કરી રહ્યા છે.વડપાડા સહિત અન્ય ચાર ગામોની સીમ જંગલની જમીન પર છે. જેના ઉપર ગેરકાયદે ખેડાણ અને વસવાટ કરતાં બહારના લોકોને દૂર કરો અને જમીન વનવિભાગ હસ્તક લેવામાં આવે તેવી માંગણી ઉમરપાડાના મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરવામાં આવી હતી. ત્યારપછી વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા અને સાથે આ વિસ્તારમાં કેવી રીતે દબાણો દૂર કરી શકાય તેના માટે એક ખાસ ઓપરેશનની શરૂઆત કરાઈ હતી.

ઉમરપાડાના ચાર ગામના સરપંચ અને ગામના લોકોએ આ ગેરકાયદેસર દબાણ અંગે વનવિભાગને જાણકારી આપી હતી. તેઓએ ફોરેસ્ટ વિભાગને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી આવતા લોકો અમારા વિસ્તારમાં દબાણો કરી રહ્યા છે, તેઓ અહીં આવીને ખેતી કરે છે અને પ્રાકૃતિક જંગલને નુકસાન પહોંચાડી રહ્યા છે. 1000 હેક્ટરની જંગલ જમીન પર લગભગ 500 હેક્ટર જમીન ઉપર આ મહારાષ્ટ્રથી આવનાર લોકો ખેતી કરી રહ્યા હતા. વનવિભાગે બહારથી આવતા લોકોને સમજાવવાની શરૂઆત કરી. હાલ ઓપરેશન યથાવત છે, જ્યાં પણ દબાણો કરવામાં આવ્યા છે ત્યાં જેસીબી મશીન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

વડપાડા ગામના સરપંચ જીવનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લાના ઉમરપાડા તાલુકાના ફોરેસ્ટ રેન્જના 1000 હેક્ટર જંગલ વિસ્તારમાં છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્રના ખેડૂતો આવીને ખેતી કરી રહ્યા હતા. જ્યારે અમારા વિસ્તારમાં એક બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની ત્યારે આ ઘટના આ જ વિસ્તારમાં બની હતી. તેથી અમે તાત્કાલિક વનવિભાગ અને સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત કરી હતી કે આ દબાણો દૂર કરવામાં આવે.

ડી.સી.એફ. ધીરજકુમારે જણાવ્યું હતું કે ઉમરપાડા તાલુકાના ચાર સ્થાનિક ગામ વડપાડા, કાશી, ખોટા રામપુરા અને રુઢી ગવાણ ગામના લોકો અને અમારી જે જેએફએમસી કમિટી હોય છે તેમાં વનવિભાગને જાણકારી આપી હતી કે મહારાષ્ટ્રના લોકો આવીને અહીં ગેરકાયદેસર ખેતી કરે છે. કુલ 1000 હેક્ટર વિસ્તાર છે. 40-50%થી પણ વધારે અહીં બહારથી આવેલા લોકો ખેતી કરી રહ્યા છે.

આ જંગલ વિસ્તાર છે. કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને ખેતી કરી શકે તે માટે કોઈપણ જોગવાઈ નથી. સ્થાનિક લોકો, જેએફએમસી અને વનવિભાગના લોકો ત્યાં જઈને આ લોકોને સમજાવે છે. ધીમે ધીમે બહારથી આવેલા ખેડૂતો જઈ રહ્યા છે. આ લોકોએ 300થી 400 હેક્ટર જમીન પર દબાણ કર્યું હતું અને ત્યાં ખેતી કરી રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરાના માંજલપુરમાં કેબલિંગની કામગીરી દરમિયાન ભીષણ આગ ફાટી નીકળી : ત્રણ દુકાન અને બે મકાન ચપેટમાં, ચારથી વધુ લોકો દાઝ્યા

આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ

આ પણ વાંચો:રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ